GUJARATKUTCHNAKHATRANA

રાજ્ય ચૂંટણી આયોગે હુકમ કરીને નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ રદ કર્યો.

કચ્છની નખત્રાણા નગરપાલિકામાં વિરાણી મોટી, વિરાણી નાની અને સુખપર વિરાણી ગ્રામ પંચાયતનો સમાવેશ થતા ચૂંટણી માટેના શહેરના વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણીનો પ્રાથમિક આદેશ રદ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા ,તા-૧૬ સપ્ટેમ્બર : સરકાર ના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૨૧/૦૯/૨૦૨૨ના જાહેરનામાથી કચ્છ જિલ્લામાં નખત્રાણા નગરપાલિકાની રચના કરવામાં આવી હતી. જે અન્વયે સરકારશ્રીના તા. ૧૭/૦૮/૨૦૨૪ના જાહેરનામાંથી નખત્રાણા નગરપાલિકાના વોર્ડો અને બેઠકો (અનામત બેઠકો સહિત) નક્કી કરવામાં આવ્યા હતા. ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની કલમ-૭ની જોગવાઈ હેઠળ રાજ્ય ચૂંટણી આયોગે તા.૧૩/૧૧/૨૦૨૪ના આદેશથી નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડોનુ સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો હતો.સરકાર ના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૦૪/૦૯/૨૦૨૫ના જાહેરનામાંથી નખત્રાણા નગરપાલિકામાં વિરાણી મોટી, વિરાણી નાની અને સુખપર વિરાણી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવીન અસ્તિત્વમાં આવેલી નખત્રાણા નગરપાલિકામાં સરકાર ના જાહેરનામા મુજબ વિરાણી મોટી, વિરાણી નાની અને સુખપર વિરાણી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવતાં રાજ્ય ચૂંટણી આયોગનો તા.૧૩/૧૧/૨૦૨૪નો નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડોનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ મૂળ અસરથી કરાયો છે.સરકાર ના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૦૪/૦૯/૨૦૨૫ જાહેરનામા મુજબ નખત્રાણા નગરપાલિકાના વોર્ડોની સંખ્યા અને બેઠકો (અનામત બેઠકો સહિત) નક્કી કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના સચિવશ્રી આર.જી.ગોહિલના હુકમમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!