BANASKANTHAGUJARAT

થરા જુના ગામતળમાં આવેલ જાગોસર તળાવમાં ચાર કરોડના ખર્ચે નવ નિર્માણ પામનાર અદ્યતન બગીચાનું ખાતમુહૂર્ત કરાયું..

થરા જુના ગામતળમાં આવેલ જાગોસર તળાવમાં ચાર કરોડના ખર્ચે નવ નિર્માણ પામનાર અદ્યતન બગીચાનું ખાતમુહૂર્ત કરાયું..

થરા જુના ગામતળમાં આવેલ જાગોસર તળાવમાં ચાર કરોડના ખર્ચે નવ નિર્માણ પામનાર અદ્યતન બગીચાનું ખાતમુહૂર્ત કરાયું..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં ભરવાડ સમાજના સાત સતિયા ભેળા થયા અને સવંત ૧૩૬૫ ની સાલમાં ગાળવામાં આવેલ આ તળાવમાં જગા ભરવાડે પોતાની સિદ્ધિઓ દ્વારા તેમાં પાણી ભરેલું ત્યારે જગા ભરવાડના નામને અમર કરવા તળાવનું નામ જાગોસર તળાવ રાખવામાં આવેલ. (!!!!”જગા જાગોસર ગાળીયું હતુ ખાલી હજુર”!!!”અનગળ પાણી આવિયા ભરાણુ ભરપૂર”!!) આ તળાવમાં આજરોજ થરા નગર પાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગવી ઓળખ હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટમાંથી સરકાર દ્વારા નગર પાલિકાને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ.જેમાં થરા નગર પાલિકા દ્વારા જુના ગામતળમાં દિયોદર રોડ પાસે આવેલ જાગોસર તળાવની બાજુમાં ગાર્ડન અને એમ્યુઝમેન્ટ પાર્ક માટે (બગીચા) સારૂ વહીવટી મંજૂરી મળેલ હોય જે કામની આજરોજ તા ૨૯/૦૪/૨૦૨૫ ને મંગળવાર ના રોજ સવારે બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને બનાસબેંક ના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર (ચૌધરી),થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા,નગર પાલિકા પ્રમુખ ચેતનાબેન અનિલભાઈ સોની,કારોબારી અધ્યક્ષ રસીકભાઈ પ્રજાપતિ, ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલના વરદ હસ્તે શાસ્ત્રી રાધેવેન્દ્ર જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા દીપ પ્રાગટ્ય કરી આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને બે મિનિટનું મૌન પાળી શાંતિ સંદેશ સાથે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી નગર પાલિકાના પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ પધારનાર મહેમાનોનું શાબ્દિક શબ્દો દ્વારા આવકારી કાર્યકરો દ્વારા પાઘડી પહેરાવી શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું.પ્રાસંગિક પ્રવચન કરતા કીર્તિસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે ચાર કરોડના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવનાર આઘુનિક બગીચો થરા ને ચાર ચાંદ લગાવશે. સહેલાણીઓ બગીચાની મજા માણી શકશે.આવનાર સમયમાં તળાવમાં પાણી પણ ભરવામાં આવશે.આ પ્રસંગે થરા માર્કેટયાર્ડ ના પુર્વચેરમેન અણદાભાઈ પટેલ, વહેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી,ખેડૂત અગ્રણી અણદાભાઈ સામતભાઈ ચૌધરી, ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ,બ.કાં. જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ ઝેણુંભા વાઘેલા,રાષ્ટ્રીય પ્રવક્તા સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ બ.કાં.જિલ્લાના પ્રવીણભાઈ પરમાર,કાંકરેજ તાલુકા ભાજપ મંત્રી બકુભા વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઘાધોંસ,પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,પૂર્વપ્રમુખ કનુભાઈ ઠક્કર,નગર પાલિકા ઉપ પ્રમુખ નીતાબા વાઘેલા,નગર પાલિકા કોર્પોરેટરો,તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, રાયમલભાઈ પટેલ,જશોદાબેન મકવાણા સહીત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર દીપકભાઈ જોષીએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!