ARAVALLIGUJARATMEGHRAJ

મોટીપંડુલી ગામે વાત્રકનદી પર પુલ ન હોવાથી 7 દિવસથી વિધાર્થીઓ અભ્યાસથી વંચિત, રજુઆત કરવા છતાં પુલ ના બન્યો..!

 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોટીપંડુલી ગામે વાત્રકનદી પર પુલ ન હોવાથી 7 દિવસથી વિધાર્થીઓ અભ્યાસથી વંચિત, રજુઆત કરવા છતાં પુલ ના બન્યો..!

આજના આધુનિક યુગની અંદર નાના નાના ગામડાઓની માર્ગ થકી જોડવાનું કામ અત્યારે ગુજરાત સરકાર કરી રહી છે પરંતુ હાલ એવી પણ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જયાં રસ્તો પણ નથી અને પુલ પણ નથી નદીમાં જો પાણી આવી જાય તો એકબીજા ગામનો સંપર્ક તૂટી જાય છે હાલ પણ ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારના કેટલાક એવા ગામો છે જ્યાં નદી ઉપર એકબીજા ગામની જોડવા માટેનો જે પુલ બનાવવામાં આવે છે તે પુલ જોવા મળતો નથી

મેઘરજ તાલુકો એ ટ્રાઇબલ વસ્તી ધરાવતો અને રાજસ્થાન રાજ્યના બોર્ડર પર આવેલો આ એક તાલુકો છે. જેમાં મળતી માહિતી અનુસાર મોટી પંડુલી ગામ એ બોર્ડર વિસ્તારનું એક ગામ છે જે ગામ વાત્રક નદીના બંને ભાગમાં વહેંચાયેલું ગામ છે ચોમાસાની ઋતુની અંદર આ નદીમાં પાણી આવવાના કારણે નદીની પેલી બાજુના ગામના લોકો આવી શકતા નથી જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ બીમાર માણસની દવાખાને જવા માટે તેમજ મરણ થયેલ વ્યક્તિની અંતિમ વિધિ પણ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. હાલ ગામના જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર પંડુલીથી – છીકારી, તેમજ પંડુલી હાઈસ્કૂલમાં પણ વિધાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે લાલાતરાવ શાળામાં પણ છેલ્લા 7-8 દિવસથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને છેલ્લા 7 દિવસથી 40 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેલા છે અને શાળાએ જઈ શકતા નથી કારણ કે હાલ આ વાત્રક નદી છે એ ભરપૂર વહી રહી છે.

જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા આ બાબતે 2021 ની અંદર ગણપતસિંહ વસાવા વન મંત્રી આદિજાતિ વિકાસ વિભાગ તેમજ અરવલ્લી જિલ્લા કલેકટરને મોટી પંડુલી વાત્રક નદી પર મોટી પંડુલી સ્મશાનનો પુલ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી છતાં ત્રણ વર્ષ જેટલો સમય વિતવા આવ્યો છતાં કોઈપણ પ્રકારનું કામ ન થતા હાલ સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પોતાની આપ વીતી જણાવી હતી ત્યારે આ બાબતે તંત્ર સફારે જાગી અને યોગ્ય તપાસ કરી ઝડપથી પુલ બને તેવી માંગ સેવી રહ્યા છે

Back to top button
error: Content is protected !!