ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીઓની માનનીય કલેક્ટરશ્રી સાથે મુલાકાત થઇ

21 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ઉપાસના વિદ્યાલયના વિદ્યાર્થીઓની માનનીય કલેક્ટરશ્રી સાથે મુલાકાત થઇ. તા. 21-8-25 ને ગુરુવારે ઉપાસના વિદ્યાલય ના EARLY BIRD IAS કોર્ષમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી જેમાં કલેક્ટરશ્રી મીહીરભાઈ પટેલ સાહેબે બાળકોને પ્રેમથી બેસાડીને તેમની સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્યમાટે ઉપયોગી એવું માર્ગદર્શન આપ્યું હતું. એડીશનલ કલેક્ટર શ્રી ભવ્યસરે પણ બાળકોને કલેક્ટરના જીવન અને રોલ અંગે ખૂબજ વિસ્તૃત માહિતી આપી હતી. સાહેબશ્રીના પ્રેમપૂર્વક સાહજીક સંવાદથી બાળકો ખૂબજ પ્રેરીત થયા હતા. સાહેબે વિશેષ તૈયારી કરાવવા બદલ સંસ્થાના ટ્રસ્ટી , આચાર્ય અને શિક્ષકોને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને કીટને ઓપન કરી હતી. વિદ્યાર્થીઓને આ મુલાકાત આજીવન સ્મરણમાં રહેશે. મુલાકાત સમયે શાળાના ડાયરેક્ટ સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ , આચાર્ય શ્રીમતી રૂપલબેન , શ્રીમતી સીમાબેન અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.





