GUJARATSAYLA

સાપર ગામે નેશનલ હાઇવે પર રસ્તો બેસી જતા તંત્ર એ તાત્કાલિક સમારકામ ચાલુ કર્યું.

સાપર ગામે નેશનલ હાઇવે પર રસ્તો બેસી જતા તંત્ર એ તાત્કાલિક સમારકામ ચાલુ કર્યું.

સાપર ગામે ઓવરબ્રિજ ની બાજુમાં આવેલ રસ્તો 10 ફૂટ બેસી ગયો.

રસ્તો બેસી બાજુમાં આવેલ ઓવરબ્રિજ ને નુકસાન થાય તેવી શક્યતા.

નાળા મુકવાની જગ્યાએ ખાલી માટી નાખી રસ્તો બુરવામા આવ્યો હતો.

તાત્કાલિક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રમેશભાઈ મેર પહોંચી મામલતદાર કચેરીમાં જાણ કરી.

મિડિયા પહોંચતા તાત્કાલિક સમારક હાથ ધરવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાપર થી રાજકોટ તરફ જોડતો નેશનલ હાઈવે સાપર ગામ ની બાજુમાં નાળા પાસે અચાનક રસ્તા બેસી જતા તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ કરવામાં આવી હતી. સાયલાના સાપર ગામ પાસે ઉપર ઓવરબ્રિજની બાજુમાં રસ્તો આવેલો છે જ્યાં વરસાદના કારણે આ અચાનક રસ્તો બેસી જતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.આ રસ્તાની બાજુમાં મોટું તળાવ આવેલું છે જે અચાનક ભરાઈ જતા આજુબાજુના ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે છે જ્યારે તંત્રને જાણ કરતા તાત્કાલિક પહોંચી જીસીબી વડે ખોદકામ કરી રીપેરીંગ ચાલુ કરવામાં આવ્યું છે.
આ સમગ્ર ઘટના અંગે જાણ થતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે આક્ષેપ કરતા જણાવ્યું કે નાળા મુકવાની જગ્યાએ ખાલી માટી નાખીને બુરવામાં આવ્યું છે તો કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની માગણી સાથે તાત્કાલિક આ ઓવરબ્રીજ ની બાજુમાં આવેલ રસ્તો રિપેર કરી ખુલ્લો મુકવામાં આવે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!