GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
તાલુકા કક્ષાનો કલામહાકુંભમાં લોકગીત સ્પર્ધામાં પીલવાની મુવાડી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રથમ ક્રમે વિજેતા

તારીખ ૧૦/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી પંચમહાલ ગોધરા આયોજિત તાલુકા કક્ષાનો કલામહાકુંભ શ્રી એમ આર.હાઈસ્કૂલ અડાદરા ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં આશરે ૧૫ જેટલી સંગીત ગાયન, વાદન, લોકનૃત્ય,ગરબા,અભિનય વગેરે વિવિધ સ્પર્ધાઓમાં કાલોલ તાલુકાની ૩૦થી ૪૦ શાળાઓના બાળકો અને શિક્ષકોએ અલગ અલગ વ્યજુથમાં ભાગ લીધો હતો.જેમાં ગાયન વિભાગમા લોકગીતમાં ૨૧થી ૫૯ વયજુથમાં કાલોલ તાલુકાની દેલોલ પે.સેન્ટરની પીલવાની મુવાડી પ્રાથમિક શાળાના શિક્ષક અરવિંદભાઈ સેલોત પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા.કાલોલ તાલુકા શિક્ષક સમાજનું ગૌરવ વધાર્યું છે.તેમજ તેઓ જિલ્લા કક્ષાએ આગામી સમયમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.





