વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની ભેંસકાતરી રેંજ વિભાગની ટીમે એકસુવી ગાડીમાં લાકડાનો જથ્થો સહીત પાયલોટીંગ કરી રહેલ બે બાઇકોને ડીટેન કરી કુલ 4.88 લાખનો મુદામાલ કબ્જે કર્યો..
ડાંગ જિલ્લાનાં ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઈ.એન.રબારીને મળેલ બાતમીનાં આધારે ભેંસકાતરી રેંજનાં આર. એફ.ઓ સમીર એસ. કોંકણી તેમજ બરડીપાડા રેંજનાં આર. એફ.ઓ દીપક હળપતી ધ્વારા રાત્રિ દમ્યાન વોચ ગોઠવી હતી.જેમા ભેંસકાતરીનાં રાઉન્ડ ફોરેસ્ટર જે.એ.પવાર તથા બરડીપાડાનાં રાઉન્ડ ફોરેસ્ટર આર.એસ. ભોયે તથા સો.ફો. ભેંસકાતરી આર.એમ. ભોયે તથા બીટગાર્ડ જે.ડી.પટેલ, યુ.એસ. ગાંગોડા, એન.એમ.ચૌહાણ તથા રોજમદારો સાથે લાગુ કંપાર્ટમેન્ટોમાં અલગ-અલગ સ્થળોએ વોચ ગોઠવી હતી.તે વેળાએ બરડીપાડાથી કાલીબેલ રોડ પર પોપટાબારી પાસે મળસ્કે 3.00 કલાકે mahindra XUV 500 ગાડી ન. MH.02 CL.1956 જે શંકાસ્પદ લાગતા ઉભી રાખી હતી.જે ગાડી પાસે જઈ વનવિભાગની ટીમે ચેકીંગ કરતા આ એકસુવી ગાડીની અંદરથી પાસ-પરવાનગી વગરનાં સાગી લાકડા નંગ.3 જેનું ઘ.મી. 0.504 જેની અંદાજીત કિમંત 18,000નો મુદામાલ મળી આવ્યો હતો.તેમજ આ એકસુવી ગાડી સાથે પાયલોટીંગ કરતી મોટર સાઇકલ (1) બજાજ પલ્સર ગાડી નં. GJ.06 લ.MQ.6369 અને (2) યામાહા FZ ગાડી નં. GJ.30 લ.B.9949 જે બન્ને ટુ-વ્હીલ ગાડીઓનાં ચાલકો વન વિભાગની ગાડીઓને જોઈને ફિલ્મી ઢબે ભાગી જઈ ખોખરી ગામ પાસે અંધારાનો લાભ લઇ ભાગી છુટેલ છે.તેમજ mahindra XUV 500 ગાડીનાં ડ્રાઇવર તેમજ અન્ય ઇસમો પણ જંગલમાં 15 ફૂટ ઉંડી ખીણમાં કૂદી પડી અંધારાનો લાભ લઇ ભાગી છૂટેલ છે.હાલમાં ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ સમીરભાઈ કોંકણી તથા બરડીપાડા રેંજનાં આર.એફ.ઓ દિપકભાઈ હળપતિનાઓએ સ્થળ પરથી mahindra XUV 500 જેની અંદાજીત કિમંત 3,00,000/- તેમજ બજાજ પલ્સરની કિમત 40,000/- તેમજ યામાહા FZ ગાડીની કિંમત રુ.30,000/- તથા સાગી ચોરસા નંગ-3 ની કિંમત રૂ. 18,000/- મળી કુલ કિંમત રૂ. 4,88,000નો મુદ્દામાલ ઝડપી પાડી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે..