BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોએ અચાનક દરોડા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ તાલુકાના બંબુસર ગામમાં વહેલી સવારે વીજ કંપનીની ટીમોએ અચાનક દરોડા પાડતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. મીઠી નિંદરમાં સૂતા લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા અને એક સમયે દોડધામનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને વીજ કંપની દ્વારા સતત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારે બંબુસર ગામમાં વીજ કંપનીની ટીમોએ એકસાથે દરોડા પાડ્યા હતા.

ગામમાં એક જ લાઈનમાં આવેલી વીજ કંપનીની 10 વધુ ગાડીઓનો કાફલો જોવા મળતા લોકોમાં ચકચાર મચી હતી. ટીમ સાથે આવેલા વીજ કર્મચારીઓએ વિડિઓ ગ્રાફી સાથે ઘરોમાં વીજ મીટર અને વાયરોની સઘન તપાસ હાથ ધરી હતી.

ચેકિંગ દરમિયાન અનેક ઘરોમાં વીજ ગેરરીતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવતા તેને તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા તેમજ સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!