GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢ પોલીસ ટીમે ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.

તા.02/12/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કુલ મોબાઇલ નંગ 5 કિ.રૂ.90,000 નો મુદ્દામાલ ખરાઈ કરી નાગરિકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કર્યાં, ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના સીઈઆઈઆર મોડયુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક, અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે આ પોર્ટલનો સુરેન્દ્રનગર જીલ્લામાં વધુમા વધુ ઉપયોગ કરવા સુચના થઇ આવેલ હોય અને આ બાબતે પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી. બી. જાડેજા લીંબડી વિભાગ નાઓની જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ હોય અને પીઆઇ ટી.બી. હીરાણી નાઓના માર્ગદર્શન હેઠળ મહિલા પો.હે.કો. બિંદુબા પી ઝાલાએ ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડયુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરી કરાવી અલગ અલગ કંપનીના અલગ અલગ કિંમતના કુલ મોબાઇલ નંગ ૫ જેની આશરે કિ.રૂ.૯૦,૦૦૦ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!