કાલોલ વેરાઈ માતાના મંદિર નજીક જેતપુર જવાના રસ્તે વીજ લાઈન ઉપર ઝાડ પડતા મોટા અકસ્માત નો ભય.તંત્રને કરાઈ રજૂઆત

તારીખ ૦૭/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત કલાલના જાપા વિસ્તારમાં વેરાઈ માતાના મંદિરની થોડીક આગળ જેતપુર તેમજ ધોડા,તરવડા જવાના માર્ગ ઉપર એક ખાનગી લાકડાની સોમીલ ના માલિકનું ઝાડ છેલ્લા બે દિવસથી ચાલુ લાઈન ઉપર પડતા વીજ લાઈન નમી જવા પામી છે વીજ થાંભલો પણ નમી ગયો છે અને આ વિસ્તારમાં અવાર-જવર કરતા સંખ્યાબંધ લોકો હેરાન થઈ રહ્યા છે ચાલુ વીજ લાઈન નીચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર થઈ રહ્યા છે.અત્રે નજીકમાં રહેતા સ્થાનિક એમજીવીસીએલને વારંવાર ફોન કર્યો પરંતુ હર હંમેશ ની આદત મુજબ એમજીવીસીએલ ના સંબંધિત કર્મચારી ફોન ઉપાડતા નથી વધુમાં કાલોલ નગરપાલિકાને પણ રજૂઆત કરી હોવાનું જણાવે છે પરંતુ કોઈ અધિકારી આ જગ્યાએ આવેલ નથી હાલ બાઈક પર આવતા અને ચાલતા લોકો ઝાડ નીચેથી પસાર થઈ રહ્યા છે. એમજીવીસીએલ દ્વારા તાકીદે ઘટતી કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ છે. કાલોલ એમજીવીસીએલ ઈમરજન્સી ના સમયે લોકોના ફોન ઉપાડવાનું શીખે અને લોકાભિમુખ વહીવટ કરે તેવી લોકમાંગ ઉઠી છે.






