કાંકરેજ તાલુકાના ઉણ ધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે ત્રિ-દિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવની પુર્ણાહુતી..
કાંકરેજ તાલુકાના ઉણ ધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે ત્રિ-દિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવની પુર્ણાહુતી..
કાંકરેજ તાલુકાના ઉણ ધામ ખાતે શ્રી સોનગઢા ગોગા મહારાજના મંદિરે ત્રિ-દિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવની પુર્ણાહુતી..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાથી ૧૧ કી.મિ દૂર આથમણી દિશાએ આવેલ દરબારી ગામ ઉણ થી ૨ કી.મી.દૂર શિયા રોડ ઉપર વર્ષો પહેલા ખેતરમાં ભૂદેવ પરીવારે વસવાટ કરેલ ખેતરમાં ગોગા મહારાજની નાની દેરી બનાવી ધૂપ,દીપ,અગરબત્તી, આરતી વગરે સેવા પૂજા કરતા હતાં સમય જતાં આજુ બાજુના ખેતર વિસ્તાર,ઉણ,શિયા, અણદપુરા,ભદ્રેવાડી,વાલપૂરા તેમજ થોડે થોડે કાંકરેજ તથા ગુજરાત રાજયમાં આ જગ્યા આસ્થાનું કેન્દ્ર બનેલ.દૂર દૂર થી અઢારેય વર્ણના ભાવિક ભક્તો આ જગ્યાએ દર પૂનમે દાદાના ધામે માથું ટેકવી બાધા આખડી પુરી કરતા હતા.આ જગ્યાએ દેરીમાંથી ભુવાજી રમેશભાઈ જોષી અને પિતા જોષી હરિરામભાઈ ભોજાભાઈ ના અથાગ પરિશ્રમથી વિશાળ મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું.આ વિશાળ મંદિરે સંવત ૨૦૮૧ ના મહાસુદ-૮ ને બુધવાર તા.૦૫/૦૨/૨૦૨૫ થી તા.૦૭/૦૨/૨૦૨૫ એમ ત્રિદીવાસીય ત્રિવેણી સંગમ મહોત્સવ ૧૫૧ કુંડી અતિરૂદ્ર મહાયાગ અને સહસ્ત્રચંડી મહા યજ્ઞ અને શિખર ધજા પ્રતિષ્ઠા માહિત્સવમા મહાયાગ યજ્ઞના આચાર્ય ડાયાભાઈ આર.જોષી (મોટા જામપુર) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ભુવાજી રમેશભાઈ જોષી તેમજ ૧૫૧ પરીવારના યજમાનપદે યજ્ઞ યોજાયો હતો.બિજા ભવ્ય શોભાયાત્રા અને આજે છેલ્લા દિવસે ૧૨.૧૯ કલાકે પ્રતિષ્ઠા સમયે ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરાઈ હતી.ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મા પધારેલ મહાનુભાવોને ફુલ હાર પહેરાવી શાલ ઓઢાડી શ્રી સોનગઢા ગોગા મહારાજની છબી આપી ભુવાજી રમેશભાઈ જોષી એ સન્માન કર્યું હતું.રમેશભાઈ ભુવાજીનુ ઉમેદપુરા ગોગાધામના ભુવાજી નારણભાઈ દેસાઈએ સોનાની પાધડી પહેરાવી શાલ ઓઢાડી ૨૧ હજાર રૂપિયા રોકડા આપી સન્માન કર્યું હતું.શોભા યાત્રામાં થરા પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.સંતો,મહંતો,ભુવાજીઓ, સામાજીક, રાજકીય,આગેવાનો,અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ હતુ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગોગા મહારાજ પરીવાર તેમજ બાપાના વિશેષ આર્શિવાદ પાત્ર ભકતજનો તથા ઉણ ગ્રામજનો,સેવક,દાતાશ્રીઓ દ્વારા સેવા પુરી પાડવામાં આવી હતી.પધારેલ ભાવિક ભક્તોએ શ્રી ગોગા બાપાના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો.99795 21530