KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના યુવક સાથે રોયલ એનફીલ્ડ (બુલેટ)ની એજન્સીના નામે 2.50 લાખ પડાવી લેતા સાયબર ગઠીયા સામે ફરિયાદ

 

તારીખ ૨૨/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ભગવતી મોટર્સ નામની ઓટો ગેરેજમાં સ્પેરપાર્ટ તથા રીપેરીંગ નુ પિતા સાથે કામ કરતા પ્રથમ સંજયકુમાર પંચાલ પોતાના ગેરેજની બાજુમાં વધારાની જગ્યા આવેલ હોવાથી તેઓએ રોયલ એનફીલ્ડ (બુલેટ) ની નવી એજન્સી લેવાનુ વિચારેલુ અને તેના માટે ઉપરોકત ગેરેજ ઉપર બેસીને પોતાના મોબાઇલ ફોનમાં રોયલ એનફીલ્ડ (બુલેટ) એજન્સી માટે જરુરી માહીતી સર્ચ કરવા માટે રોયલ એનફીલ્ડની વેબસાઇટ ઉપર સર્ચ કરી જરુરી ઇન્કવાયરી કરેલ હતી તે પછી તા. ૦૧/૦૫/૨૦૨૪ ના રોજ તેઓના ઉપરોક્ત મોબાઇલ નંબર ઉપર કોઇ અજાણ્યો મોબાઇલ નંબર- ૮૯૧૦૭૭૬૭૩૮ ઉપરથી ફોન આવેલો અને હુ રોયલ એનફીલ્ડ ડીલર ડેવલોપમેન્ટ ચેન્નાઇ ખાતેથી ચિરાગ શુકલા બોલુ છુ અને અને તમારે રોયલ એનફીલ્ડ (બુલેટ)ની ડીલરશીપની રીકવાયરમેન્ટ મંજુર થઇ ગયેલ છે અને તેના વિશે ડીટેઇલમાં માહીતી તેમની મેલ આઈ.ડી. થી મારી ઇમેલ આઈ.ડી.નંબર ઉપર ડીલરશીપ ડીટેઇલની એક પી.ડી.એફ ફાઇલ મોકલેલ તેમાં ક્રાઇટ એરીયાની માહીતી તથા લેટર તથા ઇન્ટેનના ફોર્મ તથા બીજા અન્ય ફોર્મ ની માહીતી મોકલેલ હતી તે પછી ફરિયાદી એ એજન્સી માટેના નાણાની વ્યવસ્થા માટે પોતાના ઘરે જરુરી ચર્ચાવિચારણ કરતા હતા આ દરમ્યાન આ ચિરાઞ સૂકલા નામનો માણસ તેના બીજા મોબાઇલ નંબર ૭૬૭૯૩૮૨૯૯૬ તથા ૬૨૯૦૩૭૬૨૧૩ ઉપરથી મારા મોબાઇલ ઉપર અવાર નવાર ફોન કરીને રોયલ એનફીલ્ડની ડીલરશીપ અંગેની વાતો કરતો હતો.ગઇ તા.૦૧/૧૦/૨૦૨૪ ના રોજ આ ચીરાગ શુકલા નાએ ફરિયાદી ને ફોન કરતા તેની સાથે ડીલરશીપના પેમેન્ટ અંગે વાતચીત થયેલી અને તેણે જણાવેલ કે હુ તમને પેમેન્ટ અંગેની ડીટેઇલ તથા ઇન્વોઇસ ફોર્મ, લેટર ઇન્ટેન્ટ, જરુરી ફોર્મ મોકલુ છુ તેમાં રજીસ્ટ્રેશનના રૂ. ૨,૫૦,૦૦૦/- ભરવાના હતા તેમજ બીજા લેટર ઇન્ટેન્ટ માં રજીસ્ટેશન ફી ભરવાના તે બેંકનુ નામ ખાતા નંબર વિગરેની માહીતી મોકલેલ હતી જેથી આ ચીરાગ શુકલાએ મને મોકલેલ ફોર્મમાં વિગતો ભરીને ફરિયાદીએ પોતાની સહીઓ કરેલ અને તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ આ ચીરાગ શુકલાએ મોકલેલ ઇન્ડિયન ઓવરસિસ બેંક ચેન્નાઇ નો નંબર અને કોડ મોકલતા ફરિયાદીએ કાલોલ શાખાના પોતાના ખાતા માંથી આર.ટી.જી.એસ થી રૂ.૨,૫૦,૦૦૦/- જમા કરાવેલા જેના ઇન્વોઇસ નં. ની ફરિયાદીને મોકલી આપેલી ત્યાર બાદ બીજા દિવસે તા.૦૪/૧૦/૨૦૨૪ ના રોજ આ ચીરાગ શુકલાનાએ તેના ઉપરોકત મોબાઇલ નંબર ઉપરથી ફોન કરીને ફરિયાદીને જણાવેલ તમારે સીકયુરીટી ડીપોજીટના રુ.૧૦,૦૦,૦૦૦/- આજે જ ભરવા પડશે અને તેનુ સીકયુરીટી ડીપોજીટ ફોર્મ તથા કોન્ટ્રાકટ ઓફ ગેરંટી ફોર બ્રાન્ડ સીકયુરીટીના ફોર્મ મોકલુ છુ તે ભરીને મને પરત મોકલી આપો અને દશ લાખ રુપીયા જમા કરાવો નહીતર તમને ડીલરશીપ મળશે નહી તેમ જણાવેલ જેથી ફરિયાદીને તેની ઉપર શંકા ગયેલ કે આજે જ રુપીયા ભરવાનું કહેતો હોવાથી પોતાની સાથે ફ્રોડ તો નથી કરી રહયો જેથી તેઓએ રોયલ એનફીલ્ડની વેબસાઇટ ઉપર ઈન્કવાયરી કરતા તેઓએ ફરિયાદી ને જણાવેલ કે અમો આવી રીતે કોઈ એજન્સી આપતા નથી કે એજન્સી માટે આવી રીતે કોઈ એડવાન્સ લેતા પણ નથી તેમ જણાવતા તેઓ સાથે છેતરપીડી થયેલાની જાણ થતા આ ચિરાગ શુકલાને ફોન કરતા તેણે બંધ કરી દિધેલ અને અવાર નવાર ફોન કરતા તેનો ફોન લાગતો નથી અને સ્વીચ ઓફ કરી દિધેલ હોય, જેથી આ ચિરાગ શુકલા નામના માણસે ફરિયાદી સાથે છેતરપીંડી કરી હોવાની જાણ થતા કાલોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ મોબાઈલ નંબર અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક ના ખાતાધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિત આઈ ટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ સીનીયર પીઆઈ આર ડી ભરવાડ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!