
વિજાપુર મા ધોધમાર વરસાદ પડતાં ચાર ઇંચ જેટલો ખાબક્યો હતો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં ધોધમાર વરસાદ પડતાં લોકોએ ઠંડક નો એહસાસ કર્યો હતો.ડિઝાસ્ટર વિભાગે કુલ 306 એમ.એમ વરસાદ ની નોંધ કરી હતી વરસાદ ના કારણે કાદવ કીચડ અને ખાડાઓ માં પાણી ભરાયા હતા. જેના કારણે વાહનવ્યવહાર માં ઘણી મુશ્કેલીઓ નો લાકોએ વેઠવી પડી હતી.ખાડા માં પાણી ભરાઈ જતા કેટલાક વાહન ચાલકો ખાડા માં પડતા જોવા મળ્યા હતા. સાંજ સુધી માં ચાર ઇંચ વરસાદ પડતાં લોકોએ રાહત નો દમ લીધો હતો.કોર્ટના વકીલો એ આજે રજા માટે નો ઠરાવ કર્યો હતો તો બજારો સવાર થી સાંજે અર્ધા બંધ રહ્યા હતા. જલારામ સોસાયટી પ્રશ્વનાથ સોસાયટી માં તેમજ અન્ય સોસાયટી માં પાણી ભરાઈ ગયા હતા.





