GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળીના સરાની મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકોને ભારે હાલાકી

તા.09/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી મૂખ્ય બજારમાં સતત રહેતા ટ્રાફિકનાં કારણે સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે જયારે અંહી એક પણ પોલીસકર્મી ટ્રાફીક હળવો કરવામાં ન રહેતા હોવાથી લોકો મુશ્કેલી વેઠે છે આથી તંત્ર દ્વારા યોગ્ય કાયેવાહી કરાય તેવી સ્થાનિક વેપારીઓ માંગ કરી રહ્યા છે મૂળી તાલુકાનાં સૌથી મોટા એવા સરા શહેરમાં અનેક પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે અને લોકો પણ જાણે મૂશ્કેલીઓ સહન કરવા ટેવાઇ ગયા હોય તેમ લાગી રહયું છે કારણકે સરા શહેરમાંથી પસાર થતો માગે મૂળીનાં મોટાભાગનાં ગામો અને હળવદ તાલુકાને જોડતો માગેછે આથી અંહી સતત વાહનોની અવર જવર રહેછે ત્યારે હળવદ દરવાજાથી ધ્રાંગધ્રા ચોકડી સુધી સતત ટ્રાફિક રહેતો હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે જયારે સતત ટ્રાફીક રહેતો હોવા છતા કયારેય પોલીસ કમેી ન રહેતા હોવાથી સતત લોકોને પરેશાની વેઠવી પડે છે આથી જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેતેવી સ્થાનિકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. આ અંગે વાહન ચાલકો રણજીતસિંહ, મેરૂભાઇએ જણાવ્યું હતું કે સરા મૂખ્ય બજારમાં સતત ટ્રાફીક રહેછે ત્યારે તંત્ર દ્વારા અંહી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Back to top button
error: Content is protected !!