રાજપીપલાની એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં “એન્ટી રેગિંગ” અંગે જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળાની એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં એન્ટીરાગિંગ વિષય અનુરૂપ જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રેગિંગના ગેરકાયદેસર કૃતિઓ અને તેના ગંભીર કાયદાકીય પરિણામો વિશે માહિતગાર કરવાનો હતો જેથી કોલેજ કેમ્પસમાં ભયમુક્ત અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ જાળવી શકાય
આ પ્રસંગે, રાજપીપળાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી મુખ્ય વક્તા તરીકે ઉપસિ્થત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે રૅગિંગ માત્ર એક શિસ્તભંગનો મુદ્દો નથી, પરંતુ તે એક સજાપાત્ર ગુનો છે. તેમણે રંગિંગને લગતા કાયદાકીય પાસાંઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો ખાસ કરીને યુનિવરિ્સટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા રૅગિંગ અટકાવવા માટે ઘડવામાં આવેલા નિયમો અને ભારતીય દંડ સંહિતા (ભારતીય ન્યાય સંવિધાન) હેઠળની જોગવાઈઓ વિશે વિગતવાર સમજણ આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, રૅગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કોલેજ સ્તરે કડક શૈક્ષણિક કાર્યવાહી થઈ શકે છે, જેમાં કોલેજમાંથી સસ્પેન્ડ કરવું, શિષ્યવૃતિ્ત રદ કરવી, પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મૂકવો, અને અંતે કોલેજમાંથી કાયમી ધોરણે રદ કરવો જેવા પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જો રેગિંગથી પીડિત વ્યકિ્તને શારીરિક કે માનસિક ઈજા પહોંચે. તો તે ગુનાને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ફોજદારી ગુનો ગણી શકાય છે, જેમાં જેલની સજા અને દંડ પણ થઈ શકે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓને રેગિંગ વિરદ્ધ અવાજ ઉઠાવવા અને કોઈ પણ પ્રકારની રૅગિંગ પ્રવૃતિ્તની તાત્કાલિક જાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એન્ટી-રેગિંગ અવવર્નેસ ના કાર્યક્રમ બાદ કોલેજમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તિરંગા યાત્રા કાઢી હતી જેમાં ટાઉન પી.આઈ. ગઢવી, કોલેજના આચાર્ય અને સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા
કોલેજના આચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોળાએ ટાઉન પીઆઇ વી.કે. ગઢવીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમારી કોલેજ રૅગિંગને જરા પણ સાંખી લેશે નહીં. અમે અમારા વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.” તેમણે માહિતી આપી હતી કે કોલેજમાં એન્ટી-રેગિંગ કમિટી અને એન્ટી-રેગિંગ સ્ક્વેોડ કાર્યરત છે.