કાલોલ પોલીસે છેલ્લા ચાર વર્ષથી અપહરણ તથા પોક્સોના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો

તારીખ ૨૬/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જીલ્લામાં અપહરણ તેમજ પોક્સો એક્ટ મુજબના દાખલ થયેલ ગુન્હાઓમાં નાસતા ફરતા બાકી આરોપીઓ પકડવા ડ્રાઈવ આપેલ હોય જેથી આરોપીઓ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ હાલોલ નાઓના માર્ગદર્શન હેઠળ કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. હાજર હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,કાલોલ પો.સ્ટે. FIR NO.11207036210688/2021 ઈ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ-૧૨ મુજબના ગુન્હાના કામના આરોપી પરેશભાઈ પુનમભાઈ પરમાર રહે.સેવાલિયા શેઢા ફળિયું તા.ગળતેશ્વર જી.ખેડા નાનો ભોગ બનનાર બેન સાથે સણસોલી ચોકડી પાસે વાહન ની રાહ જોઈ ઉભા હોય તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડ સા.તથા સર્વેલન્સ સ્ટાફ નાં માણસો તથા વુમન પો.કો. સાથે સણસોલી ચોકડી પાસે જઈ તપાસ કરતાં આરોપી તથા ભોગ બનનાર મળી આવતાં તેઓને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.






