GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના જીનપરા જકાતનાકે રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ના પાડતા બે શખસોએ પોલીસ સાથે ગાળાગાળી કરી ધમકી આપી: ગુનો નોંધાયો

 

WAKANER:વાંકાનેરના જીનપરા જકાતનાકે રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ના પાડતા બે શખસોએ પોલીસ સાથે ગાળાગાળી કરી ધમકી આપી: ગુનો નોંધાયો

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક નેશનલ હાઈવે પર ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી કાયદેસરની ફરજમાં રુકાવટ ઊભી કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બે શખસો સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માલાભાઈ રબારી તથા અન્ય પોલીસ કાફલો જીનપરા જકાતનાકા પાસે ટ્રાફિક નિયામક તરીકે ફરજ પર હતો. તે દરમિયાન એક એક્ટીવા (રજિસ્ટ્રેશન નંબર: GJ-23-EL-7) રોંગ સાઈડમાંથી પસાર થઈ રહ્યું હતું. પોલીસે તેને અટકાવીને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા બાબતે ટકોર કરી હતી.

આ બાબતનો અહંકાર રાખીને એક્ટીવા ચાલક તથા તેની પાછળ બેઠેલા સતુભા ઝાલા (બંને રહે. વાંકાનેર) નામના શખસો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે પોલિસ સાથે તકરાર કરી, જાહેર રોડ પર ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓએ ફરજ પરના પોલીસ કર્મચારીઓને ભૂંડી ગાળો આપી, કાયદેસરની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ૨૦૨૩ની કલમ ૨૨૧, ૩૫૨, ૩૫૧(૨-૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!