GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં કથાકાર રત્નત્વેશ્વરીદેવી અને સીનીયર પત્રકાર નું થયું સન્માન!

 

MORBI:મોરબીમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં કથાકાર રત્નત્વેશ્વરીદેવી અને સીનીયર પત્રકાર નું થયું સન્માન!

 

 

(રીપોર્ટ:- શ્રીકાંત પટેલ વાત્સલ્યમ્ સમાચાર મોરબી)
મોરબીની ધરતી એટલે નેક ટેક અને ધર્મની ધરતી. ત્યાં કથા નાં આયોજનો કાયમ હોય છે મોરબીનાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન નાં શિષ્યા રત્નેશ્વરીદેવી ની ૩૩૪મી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ભાગવત કથા સો ઓરડીમાં બાલા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ચાલી રહી છે. જેમાં કથાકાર શ્રી રત્નેશ્વરીદેવી નું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.

જ્યારે ત્યાં ખાસ આમંત્રણ આપીને મોરબીનાં સીનિયર પત્રકાર શ્રીકાંત પટેલ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી શહેરમાં સો ઓરડી વિસ્તારમાં આવેલા ગોકુળના બાલા હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલા હનુમાન મંદિરના સ્વયંસેવકો તેમજ વોર્ડ નંબર ચાર નાં સોઓરડી વિસ્તારમાં રહેતા હરિભાઈ રાતડીયા અને પ્રજાપતિ સમાજના અગ્રણી હસમુખભાઈ વામજા એ આ કથા ના વક્તા અને કથાકાર રત્નત્વેશ્વરીદેવીનું સાલ ઓઢાડીને પ્રમાણપત્ર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અહીં આરતી સમયે યુગલમાં રહીને સ્ત્રી પુરુષોએ આરતી ઉતારી હતી અને કથાકારની પ્રદક્ષિણા કરી હતી. સાત દિવસના આ કથા નો લાભ લેનાર તમામ શ્રોતાજનોએ આ કથા નાં આયોજકો તેમજ કથામાં દાન પુન્ય કરનાર તમામનેં અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે કથાકાર રત્નત્વેશ્વરીદેવીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું બાદ તેમણે આયોજકો શ્રોતાજનો અને કથા માં આવેલા સૌને આશિર્વાદ આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!