નસવાડી તાલુકાના રાજપુરા ગામે જવાના રસ્તા ઉપર લો લેવલ નો કોઝવે નું રીપેરીંગ કામ ના કરાતા ગ્રામજનો હેરાન પરેશાન

નસવાડી તાલુકામા રાજપુરા ગામે આવેલું છે અને 50 જેટલા ઘરો આવેલા છે તેમજ 200 થી વધુ લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે અને ગામ માં જવાના મુખ્ય માર્ગ પર અશ્વિન નદી ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગ નો લો લેવલ નો કોઝવે આવેલો છે. થોડા દિવસો પહેલા પડેલા વરસાદમાં અશ્વિન નદીમાં પાણી આવતા લો લેવલ નો કોઝવે ધોવાઈ ગયો હતો જ્યારે ગામમાં જવાનો આ એક મુખ્ય માર્ગ છે અને બીજો કોઈ માર્ગ પણ આવેલો નથી છેલ્લા કેટલાક દિવસથી વરસાદે પણ વિરામ લીધો છે પરંતુ અધિકારીઓ દ્વારા આ કોઝવે નું રીપેરીંગ કામ પણ કરતું નથી હાલ ગામમાં કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકે તેમ નથી જ્યારે ગામમાં આવેલી પ્રાથમિક શાળા ના શિક્ષકો પણ સામાં છેડે બાઈક મૂકીને આ કોઝવે ઉપરથી પગપાળા જઈ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા વહીવટ કરે છે અને આવા ગામોની મુલાકાત કરતા નથી.હાલ તો લો લેવલ નાં કોઝવે નું રીપેરીંગ કામ વહેલી તકે થાય તે જરૂરી બન્યું છે.





