GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બે કાંઠે વહેતી ગોમા નદીના પાણી એ કોઝ-વે રોડની નબળી કામગીરીની પોલ ખોલી લાખોના ખર્ચ પર પાણી ફેરવી દીધુ.!

 

તારીખ ૨૯/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ ભડીયાદરા પીર પાસેના જવાનાં માર્ગ પર બે માસ પૂર્વે તૈયાર કરાયેલ કોઝ-વે લોકાર્પણ પહેલા જ ગોમા નદીમાં ભારે વરસાદને પગલે પુર આવતા બન્ને સાઇટ ના રોડ તૂટી ગયા છે.કોઝ વે પરના રોડ અંદાજીત પંદરથી વીસ ફૂટ તૂટી જતા રોડરસ્તાને ભારે નૂકશાન લઇ ગોળીબાર વિસ્તારના ગરીબ આદિવાસી લોકો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકાય ગયા છે. ત્યારે કોઝવે કામગીરી સમયે કોન્ટ્રાક્ટરે નબળી ગુણવતાનું મટિરિયલ વાપર્યું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.જે પરિણામે લાખો રૂપિયાના ખર્ચ પર પાણી ફરી વળ્યું છે. કાલોલ શહેરના વિકાસને આગળ વધારવા સરકારશ્રી તરફથી મળેલ અનુદાન માંથી શહેરના વિવિધ વિકાસના ખાતમુહૂર્ત કાર્યક્રમો વિશિષ્ટ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યા હતો.જેમાં સમારંભના અધ્યક્ષ અને કાર્યક્રમના મુખ્ય મહેમાન તત્કાલીન મંત્રી ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ અને જીલ્લા પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ની ઉપસ્થિત વચ્ચે ભડીયાદરા પીર કોઝવે ડેવલપમેન્ટ કામનું પણ ખાતમુહૂર્ત વર્ષ ૨૦૨૨ મા કરવામાં આવ્યું હતું જેમાં ગોળીબાર વિસ્તારના ગરીબ આદિવાસી લોકોના મકાનો તેમજ આજુબાજુનાં વિસ્તારમાં મોટા ભાગનો ખેતી વિસ્તાર આવેલા છે.આથી આ રસ્તા પરથી બહોળી સંખ્યામાં શ્રમજીવી પરિવારનુ પેટ ભરવા ખાધ સામગ્રી માટે કાલોલ નગર ખાતે દરરોજ અવર જવર રહેતી હોય જેથી કોઝવે ડેવલપમેન્ટ નું કામ શરૂ થયું હતું .આ રસ્તા પર બે મહિના પહેલા તૈયાર થયેલ કોઝ-વે બન્ને બાજુના લાખો રૂપિયાના સીસી રોડ બનાવવામાં આવ્યા હતા ત્યારે બે માસ પહેલા જ આ રસ્તાનું કામ પુર્ણ જાહેર કરાયું હતું.પરંતુ જ્યારે આ રસ્તાની કામગીરી થતિ હતી ત્યારે આ કોઝવે તૈયાર થયા બાદ બન્ને સાઇટ પર રોડનું કામ શરૂ કર્યું પરંતું તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલિભગતના લીધે નબળી કામગીરી કરી કોઝવેના બન્ને બાજુના રોડ મનફાવે તેમ બનાવ્યો હતો.પરિણામે બે માસમાં જ પ્રથમ વરસાદમાં ભ્રષ્ટ્રાચાર બહાર આવ્યો છે.ભારે વરસાદમાં કોઝવેના બન્ને બાજુના રોડ નો ભાગ પાણીમાં ધોવાઇ જતા રસ્તાઓ ઉપર ભારે નુકસાન થયું છે. જેને કારણે ગરીબ આદિવાસી અને ખેતરોમાં જતા ખેડૂતો સાથે વાહનચાલકો પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે બે માસ પૂર્વે કોઝ-વે તૈયાર કરાયો છે જે કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરતા લાખોનાં ખર્ચ પર પાણી ફરી વળ્યા છે. ત્યારે આ બાબતે કાલોલ નગરપાલિકા દ્વારા નક્કર કાર્યવાહી થશે ખરી?.

Back to top button
error: Content is protected !!