GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી અને બાબરોલ ગામે વોટરશેડ યાત્રા રથનું આગમન થયું.

જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થની ઉપસ્થિતિમાં વોટર સેડ યાત્રા અંતર્ગત કાર્યક્રમો યોજાયો

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી અને બાબરોલ ગામે વોટરશેડ યાત્રા રથનું આગમન થયું.

 

જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થની ઉપસ્થિતિમાં વોટરશેડ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર ….
અમીન કોઠારી
મહીસાગર

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટરશેડ કમ્પોનન્ટ ૨.૦ બટકવાડા પ્રોજેક્ટ હેઠળ વોટરશેડ યાત્રા -2025 અંતર્ગત મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઉખરેલી અને બાબરોલ ગામે વોટરશેડ યાત્રાનું આગમન થયું ત્યારે ખુબ જ હર્ષભેર ઉત્સાહ સાથે ગામમાં વાજતે ગાજતે સન્માન સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં વોટરશેડ યાત્રા રથનું આગમન સાથે કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ,વોટર શેડ યોદ્ધાઓનું સન્માન, શાળામાં જળ એજ જીવન વિષય પર ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા વોટરશેડ વિકાસના ગરબા,વિજેતા બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.

ઉપસ્થિત મહાનુભાવો એ પ્રાસંગિત પ્રવચન આપી જળ અને જમીન સંરક્ષણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું અને અંતમાં વોટરશેડ યાત્રા અંતર્ગત ફિલ્મ ગ્રામજનો ને બતાવવામાં આવી સાથે સાથે જળ અને જમીન સંરક્ષણના શપથ લેવડાવવામાં આવ્યા.

Back to top button
error: Content is protected !!