લખતર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ ચોટીલા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો

તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ અંતર્ગત તા.૪/૦૩/૨૦૨૬ના રોજ લખતર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી આ કાર્યક્રમ ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન તાલુકાના અનેક નાગરિકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી નાયબ કલેક્ટરે લોકોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને ઉપસ્થિત તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે લોકોના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે યોગ્ય હલ લાવવામાં આવે વહીવટી પ્રક્રિયામાં વિલંબ ન થાય અને સામાન્ય જનતાને હાલાકી ન ભોગવવી પડે તે બાબતે તેમણે ભાર મૂક્યો હતો.આ બેઠકમાં મામલતદાર, લખતર, તાલુકા વિકાસ અધિકારી, લખતર, પીઆઇ લખતર, નાયબ કાર્યપાલક ઈજનેર, PGVCL લખતર, નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ, લખતર સહિત વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતાં આ કાર્યક્રમમાં વીજળી, રસ્તા, કાયદો અને વ્યવસ્થા તેમજ મહેસૂલને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અધિકારીઓની હાજરીમાં પ્રશ્નોની સીધી રજૂઆત થતા સ્થાનિક લોકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.




