CHUDAGUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચુડા તાલુકાના છલાળા ગામે પ્રાથમિક સુવિધા મામલે મહીલાઓએ કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી

તા.20/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છલાળા ગામે બિસ્માર રસ્તાઓના કારણે ગ્રામજનો ખાસ કરીને મહિલાઓ, ભારે પરેશાન છે વરસાદ બાદ રસ્તાઓ પર કાદવ કીચડ અને પાણી ભરાઈ રહેતા વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે આ સમસ્યાથી કંટાળીને મહિલાઓએ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી મહિલાઓએ જણાવ્યું કે ગામના રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે વરસાદના પાણી ભરાયા બાદ કીચડનું સામ્રાજ્ય સર્જાય છે જેના કારણે એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ગામમાં પ્રવેશી શકતા નથી ડિલિવરી જેવી કટોકટીની સ્થિતિમાં સગર્ભા મહિલાઓને ટ્રેક્ટર કે અન્ય વાહનોમાં લઈ જવી પડે છે જેના કારણે રસ્તામાં જ ડિલિવરી થઈ જવાની ભીતિ રહે છે વરસાદ બંધ થયાના આઠ દિવસ પછી પણ રસ્તાઓ પર ગંદુ પાણી ભરાયેલું રહે છે જેનાથી ગંદકી અને રોગચાળાનો ભય રહે છે ગામમાં સ્ટ્રીટ લાઈટના અભાવે રાત્રિના સમયે જીવજંતુઓનો ડર રહે છે ઉપરાંત, આરોગ્ય સુવિધાઓ પણ યોગ્ય રીતે મળતી ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ ઝરણાબેન જાનીની આગેવાની હેઠળ મહિલાઓએ આ તમામ મુદ્દે કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી.

Back to top button
error: Content is protected !!