AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં જારસોળ ગામે આવેલ પંપા સરોવર ખાતે યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં જારસોળ ગામે આવેલ પંપા સરોવર ખાતે મકાઈ વેચવા જતા ગામનો યુવાન પંપા સરોવરમાં ન્હાવા પડતા પથ્થર માથામાં વાગી ગયો હતો.અને પાણીમાં આ યુવક ડૂબી ગયો હતો.જેમાં આ યુવકનું મોત નિપજ્યુ હતુ.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના જારસોળ ગામ ખાતે રહેતા નારણભાઈ જલાલભાઈ પવાર ગામમાંથી પસાર થતી ધોધડ નદી ખાતે આવેલ પંપા સરોવરનાં સ્થળે મકાઈ વેચવા માટે દરરોજ જતા હતા.અને દરરોજ પંપા સરોવર ખાતે નદીએ  ન્હાવા- ધોવાનું કરતા હતા. સોમવારે પણ તેઓ પંપા સરોવર ખાતે મકાઈ વેચવા ગયા હતા અને પંપા સરોવરના પગથિયા પર કપડા કાઢી ન્હાવા પડ્યા હતા.જોકે તેમાં તેમના માથામાં પથ્થર અથડાયો હતો જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. અને તેઓ પંપા સરોવર કુંડમાં ડૂબી ગયા હતા.જેમાં તેમનું મોત નિપજ્યું હતુ.આ બનાવ અંગે તેમના પુત્ર રૂપસુંદરસિંગે સુબીર પોલીસ મથકે અક્સ્માત મોત અંગેનો ગુનો નોંધાવ્યો હતો.હાલમાં સુબિર પોલીસની ટીમે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!