GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં મહિલાના ફોટા સાથે યુવકે અશ્લિલ રીલ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી

તા.19/04/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં રહેતી મહિલાના ફોટા સાથે એક શખ્સે વીડિયો બનાવીને અશ્લીલ રીલ સોશીયલ મીડીયામાં વાયરલ કરી હતી આ બનાવમાં મહિલાએ સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે આરોપી સામે આઈટી એકટની કલમો સાથે ગુનો નોંધાવ્યો છે હાલ સોશીયલ મીડિયામાં રીલ બનાવી મુકવાનો ક્રેઝ છે પરંતુ કોઈવાર અમુક ઈસમો તેનો દુરૂપયોગ કરીને કોઈની બદનામી થાય તેવુ હીન કૃત્ય કરે છે ત્યારે આવા જ એક બનાવની સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાંથી મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગરમાં રહેતા એક મહિલાની પોપટપરામાં રહેતા યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી નામના શખ્સે રીલ બનાવી હતી જેમાં મહિલાના ફોટાનો ઉપયોગ કરીને યોગેન્દ્ર બોલતો હોય તેવો વીડિયો હતો આ રીલ તેણે ગુજરાત555સુધારો નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પર મુકી હતી જેમાં આ મહિલા સેકસ રેકેટ ચલાવતી હોવાનું તથા એક રાજકીય પક્ષ સાથે જોડાયેલી હોવાનું જણાવાયુ હતુ આ રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને મહિલાને અનેક ફોન તથા વોટસએપ કોલ પણ આવ્યા હતા બીજી તરફ આ રીલ ટીવટર આઈડી શૈલેષ સીટીઝન એન્ડ સ્ટેકહોલ્ડર ઓફ આરઓઆઈ શૈલેષ1284 પર પણ મુકવામાં આવી હતી આથી મહિલાએ યોગેન્દ્ર ઉર્ફે બકરો અતુલભાઈ સોલંકી અને ફરિયાદમાં જણાવેલ ટીવટર આઈડી વાળા સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકે આઈટી એકટની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે બનાવની વધુ તપાસ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ બી.સી. છત્રાલીયા ચલાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!