GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ જી.ઈ.બી ખાતે પીંગળી ગામનાં યુવાનો લાઈટ બંધ હોવાથી કચેરીએ પહોંચ્યા.કચેરી ખાલી ખમ.!!

 

તારીખ ૧૭/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છાસવારે ચાર છાંટા વરસાદના પડે એટલે લાઈટ ડૂલ થઈ જાય છે આ બાબતે વારંવાર રજુઆત કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી ગત રાત્રિએ ૨૫ જેટલા મોટી પીગળી ગામના જાગૃત યુવાનો MGVCL ની ઓફિસે પહોચ્યા હતા પરંતુ ત્યાં કોઈ જવાબદાર વ્યક્તી કે કર્મચારી હાજર મળેલ ન હતા વ્યક્તિ ગત ફોન કરવામાં આવે તો તમારી કંપલેન નોંધાઈ ગઈ છે આવો પ્રત્યુતર મળે છે પરંતુ સ્થળ પર પહોંચી ને બે દિવસ થયાં હોવા છતાં લાઈટ નું કોઈ ઠેકાણું નથી હજુ તો ચોમાસા ની સીઝન શરૂ થઈ છે તો ચોમાસા દરમિયાન શું પરિસ્થિતિ થશે એવી ગ્રામજનોએ ભિતી સેવી છે આ બાબતે કાલોલ MGVCL ના કર્મચારીઓ વહેલી તકે વારંવાર જે જગ્યાએ ફોલ્ટ થાય છે તેનું નિરાકરણ કરી કાયમી પ્રશ્ન દૂર કરે એવી પીંગળી ના રહિશો ની લોકમાંગ છે. વધુમાં કાલોલ એમજીવીસીએલ કચેરી ખાતે રાત્રી દરમિયાન પૂરતો સ્ટાફ મૂકે અને કચેરીમાં સ્ટાફ હાજર રહે અને ગ્રાહકોના ફોન ઉપાડે.તેવી વ્યવસ્થા કરાવવા માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!