
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગરના અનેક પ્રજાજનોએ પોતાની આસ્થાથી પોતાના ઘરે દશામાં ની મૂર્તિની સ્થાપના કરી હતી અને હર્ષોલ્લાસ થી દસ દિવસ માતાજીની પૂજા આરતી કરીને રાજીપો મેળવ્યો હતો.ત્યાર બાદ વાત કરીએ તો માતાજીના દસ દિવસ પૂર્ણ થઈ અને વિસર્જન કરવામાં આવે છે અને વર્ષોવરસ ની જેમ આ વખતે પણ ઉમરેઠ નગરપાલીકા હસ્તક રામતળાવમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું.પરંતુ પાલિકા તંત્ર એટલું બેદરકાર કે નગરપાલિકાનો કોઈ પણ જવાબદાર વ્યક્તિ ત્યાં હાજર ન હતો.વળી ત્યાં કોઈ પાલિકા ના તરવૈયા ન હતા કે ન હતી મૂર્તિ વિસર્જન કરવાની કોઈ વ્યવસ્થા.સૌ શ્રદ્ધાળુઓ ના મુખે એક જ વાત હતી કે શું નગરપાલિકા પોતાની જવાબદારી ભૂલી ગયું છે કે શું.!?
આટલી મોટી સંખ્યામાં લોકો માતાજી ની મૂર્તિ વિસર્જન માટે આવ્યા હોય અને ત્યાં પાલિકા આટલી મોટી જવાબદારી ચૂકી જાય તો કોઈ દુર્ઘટના સર્જાય તેના પાછળ જવાબદાર કોણ.?ત્યાં મૂર્તિ વિસર્જન માટે આવેલ તમામ માઈભક્તો પોતાની નજરે જોઈ રહ્યા છે કે અહીંયા પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી અને અહીંયા આઠ દસ વર્ષના નાના બાળકો તરવૈયા બનીને મૂર્તિ વિસર્જિત કરી રહ્યા છે તો નગરપાલિકા માટે એના થી મોટી શરમની વાત શું હોય શકે.!? ન કરે નારાયણ ને આટલા નાના બાળકો જે મૂર્તિ વિસર્જિત કરી રહ્યા હતા તેમાંથી કોઈ અથવા કોઈ શ્રદ્ધાળુ પાસે દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની.!?
આપણને કેટલાય માધ્યમો દ્વારા જાણવા મળતું હોય છે કે મૂર્તિ વિસર્જન કરવા જતાં આટલા લોકો પાણીમાં ડૂબ્યા તો શું ઉમરેઠ નગરપાલિકાને આવી કોઈ દુર્ઘટના સર્જાય ત્યારબાદ પોતાની જવાબદારી સમજાશે.?અનેકો પ્રજાંજનો ત્યાં હાજર હતા અને તેમનો એક માત્ર અવાજ એવો હતો કે ઉમરેઠ નગરપાલિકા તંત્ર સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ જેથી પાલિકા તંત્રને પોતાની જવાબદારી સમજાય..




