અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના ઉમેદપુર જંબુસર દધાલીયા માર્ગે બ્રિજનું કામ શરૂ કરતાં,અવરજવર માટે મુશ્કેલીઓ પાકા ડાઇવર્ઝનના ઠેકાણા જ નથી..?
એજન્સી દ્વારા તાત્કાલિક પાકું ડાયવર્ઝન બનાવવા ગ્રામજનોની માગણી ઉઠી
મોડાસાના ઉમેદપુરથી જંબુસર ધધાલીયા થઈ મોડાસાને જોડતાં રસ્તા વચ્ચે ચોમાસામાં પુલનું કામ શરૂ કરાતાં રોડ બંધ થઇ જતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉમેદપુર જંબુસર વચ્ચે ખાનગી એજન્સી દ્વારા તાત્કાલિક પાકુ ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે. રસ્તા વચ્ચે ખોદકામ કરેલું હોવાથી 15 કિમી દૂરથી આવતા વાહન ચાલકોને રસ્તો બંધ હોવાના કારણે પાછા ફરવાની નોબત આવે છે.
ઉમેદપુર જંબુસર દધાલીયા માર્ગ વચ્ચે ચોમાસામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું કામ શરૂ કરાયું છે. પરંતુ ખાનગી એજન્સી દ્વારા પાકુ ડાયવર્ઝન ન બનાવેલ હોવાથી ચોમાસામાં 15 થી 20 જેટલા ગામડાના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે રસ્તા વચ્ચે ખોદકામ કરાયા બાદ ડાયવર્ઝન નું ઠેકાણું ન હોવાના કારણે એસટી બસ પણ બંધ થઈ જતાં ઉચ્ચ અભ્યાસ અર્થે મોડાસા જતા લોકોને મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે.



