AMRELIGUJARATRAJULA

સેવા ધર્મનું ઉદાહરણ પૂરું પાડતું 108 નો આ સ્ટાફ

ખાનદાની ક્યાંય વેચાતી મળતી નથી જુઓ

યોગેશ કાનાબાર રાજુલા

સેવા પરમો ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું 108 નો આ સ્ટાફ

ખાનદાની ક્યાંય વેચાતી મળતી નથી …

ટૂંકા પગાર ના કર્મચારીઓ બતાવી પોતાની ખાનદાની

મોબાઈલ તેમજ સોનાના દાગીના જે મૂળ માલિકને પરત કરતો 108 નો સ્ટાફ

 

માનવ સેવા સાથે પ્રમાણિકતા નું ઉત્તમ ઉદાહરણ | અકસ્માતમાં ઘાયલ દર્દીનો સામાન 108 ના કર્મીએ સ્વજનોને સોંપ્યો*

*અમરેલી જીલ્લા ના ખાંભા 108 ની ટીમે રૂપિયા 1.53 લાખ ની રોકડ રકમ પરત કરી.*

સાવરકુંડલા ના આંબરડી અને થોરડી વચ્ચે રસ્તાની ગોળાઈ મા મોટરસાયકલ સ્લીપ થતા અકસ્માતમાં રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામ ના છગનભાઇ ભાણાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ (50) ઘાયલ થતા તેમની સારવાર સાથે તેમનો સામાન સાચવીને રાખ્યો હતો.

રાજ્ય સરકારની 108 ની સેવા સંખ્યાબંધ લોકોને ત્વરિત તબીબી સેવા પૂરી પાડી નવજીવન આપતી હોવાથી વિશ્વાસ અને ચોક્કસાઈનો પયાર્ય બની ગઇ છે. જાહેર માર્ગો પર અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર આપતા સમયે તેમની સાથે કોઈ સગા સંબંધી હાજર નહીં હોય તે પરિસ્થિતિમાં તેમની પાસે રહેલ કિંમતી મુદામાલ સાચવીને રાખી લેવામાં આવે છે. જે દર્દીના પરિવારજનોને રૂબરૂ બોલાવી 108 પરિવાર દ્વારા પરત કરાય છે. 108ની ટીમ દ્વારા સારવારની સાથો-સાથ ફરજનિષ્ઠ કર્મીઓ દ્વારા તેમની સાથેના કિંમતી વસ્તુઓ સોંપવાનો એક પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગત આપતા 108 ટીમના અમરેલી જિલ્લાના અધિકારી અમાનતઅલી નકવી એ જણાવ્યું હતું કે,આંબરડી અને થોરડી વચ્ચે રસ્તાની ગોળાય મા મોટરસાયકલ સ્લીપ થય હતી,આ અકસ્માત મા ઘવાયેલ બાઈક ચાલક ને સારવાર માટે 108 માં જાણ કરાઇ હતી.
108 મા જાણ થતાજ ખાંભા 108 ની ટીમ ના ઈ.એમ.ટી. જીતેશ કલસરીયા અને પાયલોટ ભરત મકવાણા સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળ પર પહોંચી ઘાયલ દર્દીને સારવાર પૂરી પાડી હતી. આ તકે તેઓને 108 એમ્યુલન્સ મારફત સારવાર આપી, અને રાજુલા સરકારી હોસ્પિટલમા ખસેડ્યા હતા. ઈ.એમ.ટી. જીતેશ કલસરીયા અને પાયલોટ ભરત મકવાણા એ દર્દી છગનભાઇ ભાણાભાઈ ચૌહાણ ના પરિવારજનોને જાણ કરી સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બોલાવી અંદાજીત રૂપિયા 1,53,000/- રોકડા , તેમજ બેંક એ.ટી.એમ. કાર્ડ , આધાર કાર્ડ, બાઈક ની આરસી બુક, અને 2 કીપેડવાળા મોબાઇલ હોસ્પિટલમાં તેમના સગા ને સુપરત કરવામાં આવ્યા હતા,આ તકે ઘાયલના પરિવારજનોએ 108ની ટીમની સરાહનીય કામગીરીથી પ્રભાવિત થઈ આભાર માન્યો હતો. તેમજ આવી ઉત્કૃષ્ટ અને પ્રામાણિક કામગિરી કરવા બદલ 108 ના પ્રોગ્રામ મેનેજર દિલીપ સોલંકી અને અમરેલી જીલ્લાના 108 ના અધિકારી અમાનતઅલી નકવી દ્વારા ટીમ ને બિરદાવવામાં આવ્યા હતાં.

…..

Back to top button
error: Content is protected !!