જીલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ત્રણ કૃષિ જાગૃતિ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા.

તારીખ ૧૨/૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ગોધરા તથા કાલોલ તાલુકાના સરદારપુરા, ભાટપુરા અને જોડીયાકૂવા ગામોમાં ૧૧ જૂન ૨૦૨૫ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પંચમહાલ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ત્રણ કૃષિ જાગૃતિ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા જેમાં કુલ ૫૫૭ ખેડૂતો જોડાયા હતા જેમાં ૩૪૮ પુરુષો અને ૨૦૯ મહિલાઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમોનું નેતૃત્વ નોડલ ઓફિસર ડૉ. કનક લતાના માર્ગદર્શન હેઠળ થયું. ટીમ લીડર ડૉ. શક્તિ ખજુરિયા અને ટીમ સભ્ય રેણુબેને વિવિધ વિષયો પર લાભદાયક માહિતી આપીહતી અને ડૉ. શક્તિ ખજુરિયાએ ખેડૂતોને કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ સરકારી યોજનાઓ, પ્રાકૃતિક ખેતી (જેમ કે જીવામૃત, બીજામૃત), મધમાખી ઉછેર, પાક ફેરબદલી અને ટેક્નોલોજી આધારિત ખેતી (મોબાઈલ એપ્સ, ICT ટૂલ્સ) વિશે માર્ગદર્શન આપ્યું.હતું રેણુબેને રસોડા બગીચા, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે જાગૃતિ લાવવા તેમજ ફળો અને શાકભાજીના આહારમૂલ્ય તેમજ બાગાયતી યોજનાઓની વિગતવાર જાણકારી આપી હતી અભિષેક કુમારે જમીન પરીક્ષણ અને જમીન આરોગ્ય કાર્ડના ફાયદા અંગે વિસ્તૃત માહિતી આપી સમજ આપી હતી CSSRI-RRS, ભરૂચના વૈજ્ઞાનિક ડૉ. ડેવિડ કેમ્યુસે પ્રાકૃતિક ખેતીમાં શિમબીયાવાળા વૃક્ષોની ભૂમિકા (જેમ કે નાઈટ્રોજન ફિક્સેશન, માટી ઇરોશન અટકાવવી અને પોષણ ચક્રમાં યોગદાન) અંગે રસપ્રદ માહિતી આપી હતી IFFCO ના રિત્વિક પટેલે નાનો યુરિયા અને નાનો DAPના ખર્ચ બચાવ અને પર્યાવરણ માટે ફાયદાકારક ઉપયોગ અંગે સાદી ભાષામાં સમજણ આપી હતી અને દરેક ગામમાં પ્રગતિશીલ ખેડૂતો અને સ્થાનિક પંચાયત પ્રતિનિધિઓની હાજરીથી ખેડૂત વર્ગને મોટું પ્રોત્સાહન મળ્યું. આવા કાર્યક્રમો દ્વારા ખેતીમાં નવી ટેક્નોલોજી અને સરકારી યોજનાઓના લાભથી ખેડૂતો વધુ આત્મનિર્ભર બનશે જેથી તમામ ખેડૂતો ને ખેતીમાં નવી ટેક્નોલોજી અને સરકારી યોજનાઓના લાભ લેવા ખેડૂતો ને આત્મનિર્ભર બનવા જણાવેલ છે.





