
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: સંકલિત બાળ વિકાસ યોજના શાખામાં ગુલ્લીબાજ કર્મચારીઓની પોલ ખુલી,માત્ર ત્રણ કર્મચારીઓ કચેરીમાં હાજર જોવા મળ્યા.
જિલ્લા પંચાયત શાખામાં ઓનલાઇન ફેસ એટેન્ડન્સ હાજરીનું સુસુરિયું હોય તેવી સ્થિતિ
અરવલ્લી જિલ્લા પંચાયત વિભાગો ચાલતી વધુ એક લાલીયાવાડી સામે આવી છે.જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખામાં ફરજ બજાવતા ગુલ્લીબાજ કર્મચારીઓની પોલ સામે આવી છે,સંકલિત બાળ વિકાસ યોજના શાખાના મુખ્ય અધિકારી છેલ્લા ચાર પાંચ દિવસથી રજા પર હોય અને કર્મચારીઓ માટે ઓન લાઇન હાજરી માટે લગાવેલ ફેશ એટડંન્સ સિસ્ટમ છેલ્લા ઘણા મહિનાઓ થી બંધ હાલતમાં હોવાનો સીધો લાભ લઇ જિલ્લા શાખા કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારી મનફાવે ત્યારે કચેરીમાંથી ગુલ્લી મારતા હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળતા,તેની તપાસ કરતા કચેરીમાં આજે બુધવાર સાંજે 5 વાગ્યાના અરસામાં જિલ્લા સંકલિત બાળ વિકાસ શાખા કચેરીમાં માત્ર ત્રણ કર્મચારીઓ કચેરીમાં હાજર જોવા મળ્યા હતા,કચેરીમાં એક હાજર કર્મચારીને પૂછતાં અન્ય કર્મચારી ઓ મિટિંગમાં ગયા હોવાનું જણાવ્યું હતું.પરંતુ આ કર્મચારી જુઠ્ઠું બોલતો હોવાની આશંકાએ કચેરીના ઇન્ચાર્જ પૉગ્રામ ઓફિસરનો ટેલિફિનિક સંપર્ક કરતાં અધિકારીએ માત્ર એક કર્મચારીને મીટીંગમાં બોલાવ્યો હોવાનું જણાવ્યું હતું.જણાવ્યું હતું.આવી લાલીયાવાડી ના કારણે નિષ્ઠાથી ફરજ બજાવતા કર્મચારીઓમાં નારાજગી સામે આવી છે.સંબધિત અધિકારી દ્વારા કચેરી આગળ લગાવેલ CCTV ફૂટેજ અને હાજરી પત્રકની ચકાસણી કરી સત્યતા તપાસી ગુલ્લીબાજો બહાર સામે પગલાં ભરવામાં આવેતો તેવી માંગ ઉઠી છે.
પેટા બોક્સ :

મળતી માહિતી અનુસાર હાલ કર્મચારીઓની ઓનલાઇન હાજરી ફરજીયાત પુરવાની હોય છે જેમાં કાયમી કર્મચારીઓ તેમજ હવે તો આઉટસોર્સ કર્મચારીઓ ની હાજરી પણ ઓનલાઇન પુરવી પડતી હોય છે પરંતુ હાલ જિલ્લા પંચાયત વિભાગમાં લગાવેલ ફેસ એટેન્ડન્સ હાજરી પૂરવાની સીસ્ટમ ગાયબ તો નથી થઈ ને.? એ પણ એક સવાલ છે. બીજી તરફ આઉટસોર્સ કર્મચારીઓને મોબાઈલ દ્વારા ઓનલાઇન હાજરી મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફરજીયાત પુરવી પડતી હોય છે.હાલ તો જિલ્લા પંચાયત વિભાગમાં ઓનલાઇન હાજરીનું સુસુરિયું ઉડતું હોય તેવી પરિસ્થિતિ છે. આઉટસોર્સ કર્મચારીઓ ને મોબાઈલ થી ઓનલાઇન હાજરી ફરજીયાત તો કાયમી કર્મચારીઓને ઓનલાઇન હાજરી ફરજીયાત કેમ નહિ..?





