DAHODGUJARAT

રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન અંતર્ગત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લોકોનું હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૭૨૮ લોકોનું ચેકઅપ કરાયું 

તા.૦૫.૦૬.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન અંતર્ગત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લોકોનું હેલ્થ ચેકઅપ કેમ્પમાં ૭૨૮ લોકોનું ચેકઅપ કરાયું

ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિ જનજાતિ આયોગના અધ્યક્ષએ ઝાયડસ હોસ્પિટલ દાહોદની મુલાકાત લીધી રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન અંતર્ગત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું કરાયું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન રાષ્ટ્રીય અનુસૂચિ જનજાતિ આયોગના અધ્યક્ષ અંતર સિંઘ આર્ય દ્વારા ઝાયડસ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. જેવા કે, બાળ રોગ વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, બ્લડ બેન્ક, ઑપરેશન વિભાગ, ICU વિભાગ, ડાયાલિસિસ વિભાગમાં જઈને સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું અધ્યક્ષ અંતર સિંઘ આર્યએ ઝાયડસ હોસ્પિટલમાં દરેક વિભાગની કામગીરી, દર્દીઓની થતી સારવાર સહિત અન્ય જાણકારી મેળવી હતી. તેમણે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન અંતર્ગત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પના દર્દીઓ સહિત હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ દર્દીઓ સાથે હોસ્પિટલમાં અપાતી સારવાર અંગે સંવાદ કર્યો હતો રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન અંતર્ગત દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ૧૭૭ સગર્ભા માતાઓ,૧૩૦ બાળકો, ૦ થી ૪૦ વર્ષના ૪૨૧ યુવકો એમ ૭૨૮ લોકોનું હેલ્થ ચેકઅપ કરાયું હતું ઝાયડસ હોસ્પિટલમાં દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા અનુસૂચિ જનજાતિ આયોગ સમક્ષ આવનાર સમયમાં સિકલસેલ પર કઈ રીતે કામ કરવું તેની વિગતે માહિતી આપી હતી. દાહોદ જિલ્લામાં સિકલસેલ રોકવા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. સાથે દાહોદ જિલ્લામાં સિકલ સેલના વધતા પ્રમાણને અટકાવવા માટે એક ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવે અને સિકલસેલને અટકાવવા અસરકારક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.ઝાયડસ હોસ્પિટલમાં મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓ સાથે અધ્ય્ક્ષ સહિત આવેલ ટીમએ મેડિકલ કોલેજ અને હોસ્ટેલમાં મળતી સુવિધાઓ વિશે ચર્ચા કરી હતી. એ સાથે આયોગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કોઈપણ જાતની વિદ્યાર્થીઓને મુશ્કેલી હોય તો તેઓ પોતાનો પ્રશ્ન આયોગ સમક્ષ મૂકી શકે છે.આ દરમિયાન ડૉ. નયન જોશી, ડૉ. ગીરવર બારીયા, ડૉ. મોહિત દેસાઈ, મદદનીશ કમિશનર તન્મય પટેલ, ઝાયડસ મેડિકલ ઓફિસરઓ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!