
લાઘણાંજ ટૂંડાલી ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા ચાર ફરાર સહિત સાત જણા સામે ફરીયાદ નોંધાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
લાઘણાંજ ટૂંડાલી ગામની સીમમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી ત્રણ ઈસમોને ઝડપી પાડી સાત ઈસમો સામે ગુનો નોંધી ફરાર આરોપીઓ ને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગગલની સૂચના મુજબ લાઘણાંજ પોલીસે પેટ્રોલીંગ હાથ ધરી હતી.ટૂંડાલી થી ભાસરિયા રોડ જતા બાતમી મળી હતી કે ટૂંડાલી ગામની સીમમાં કેટલાક ઈસમો બાવળ ના ઝાડ નીચે ટોળુ કરીને પોતાના આર્થિક ફાયદા સારું જુગાર રમી રહ્યા છે. પોલીસે આ બાબત ની ખરાઈ માટે તપાસ કરતા સ્થળ ઉપરથી ટોળુ કરી જુગાર રમી રહ્યા હતા.પોલીસે કેતનજી શંભુજી ઠાકોર તેમજ નિલેષ દિનેશભાઇ પરમાર તેમજ સંદીપ ઉર્ફે માધો ભીખાજી ઠાકોર સહિત ત્રણ ઈસમોને સ્થળ ઉપરથી ઝડપી લઈ ફરાર ચાર ઈસમો ખોડાજી ઉર્ફે કાબર બળદેવજી ઠાકોર તેમજ તોફિક ઉર્ફે ભાણો અયુબખાન પઠાણ તેમજ પ્રહલાદજી ઉર્ફે ટીનાજી જોઈતાજી ઠાકોર તેમજ સિરાજ અકબર ખાન પઠાણ સહિત સાત સામે ગુનો નોંધી રૂપિયા રોકડ સાથે રૂપિયા 48,450નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.




