GUJARATKUTCHMANDAVI

કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૧૫ રસ્તાઓનું સમારકામ કરાયું.

સમગ્ર કચ્છમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૪ જુલાઈ : કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ, નખત્રાણા, અબડાસા, અંજાર, માંડવી અને મુન્દ્રા તાલુકામાં આવેલા કેટલાક રસ્તાઓ પરથી પાણી ઓવરટોપિંગ થવાથી ભારે નુકસાન થયેલ હતું તથા રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ સ્થિતિને ગંભીરતાને ધ્યાને લઈ માર્ગ અને મકાન પંચાયત વિભાગ કચ્છ હસ્તકના રસ્તાઓને યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને પેચવર્ક, મેટલિંગ વગેરે કામગીરી કરીને રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા છે. આ રસ્તાઓમાં અંજાર કોર્ટથી એનએચ સુધીનો રોડ, એસ.એચ. થી બારોઇ રોડ, બાયઠ રતાડીયા શેરડી આસંબીયા રોડ, ડોણ રાજડા રતાડીયા રોડ, ગોણીયાસર વાંઢ રોડ, ગુંદાલા રતાડીયા રોડ, નાના કપાયા એપ્રોચ રોડ, પૈયા મોતીચૂર રોડ, કોટડા રોહા રોડ, તલ લૈયારી રોડ, નવી મંજલ મંગવાણા રોડ, કોઠારા એપ્રોચ રોડ, મોથાળા એપ્રોચ રોડ, રેહા ભારાપર નારાયણ પર મેઘપર રોડ તથા કોડકી ફોટડી રોડ યુદ્ધના ધોરણે સમારકામ કરી પૂર્વવત કરાયા હતા. આ સમારકામની સમગ્ર કામગીરી આર.એન્ડ બી. પંચાયતના કાર્યપાલક ઇજનેર અને સંબંધિત પેટાવિભાગના ના.કા.ઇ.ની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતી તેમ મકાન પંચાયત વિભાગ કચ્છની કચેરી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!