થાનગઢ ઓવરબ્રિજ પર થ્રેશર મશીન ફસાતાં કલાકોની મહેનત બાદ વાહનને બહાર કઢાયું.

તા.24/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના પીપળાવાળા ચોક પાસે આવેલા ઓવરબ્રિજ પર ગત રાત્રે એક અકસ્માત સર્જાયો હતો એક થ્રેશર મશીન લઈને પસાર થઈ રહેલું વાહન ઓવરબ્રિજની શરૂઆતમાં લગાવેલા ઊંચાઈ માપવાના લોખંડના પાઇપમાં ફસાઈ ગયું હતું વાહનની ઊંચાઈ વધુ હોવાને કારણે તે પાઇપમાં ફસાઈ જતાં ઓવરબ્રિજ પરનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો આ ઘટનાને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા કલાકોની ભારે મહેનત અને લોકોના સહયોગ બાદ ફસાયેલા વાહનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓવરબ્રિજની એક તરફ પીપળાવાળા ચોક પાસે ઊંચાઈ માપવાનો પાઇપ લગાવેલો છે જ્યારે બીજી તરફ એક્સિસ બેંક પાસે ઉતરતી વખતે આવો કોઈ પાઇપ કે ઊંચાઈ માટેનું બોર્ડ લગાવેલું નથી આ અસમાનતાને કારણે મોટા વાહનચાલકોને ભ્રમ થાય છે કે તેઓ સરળતાથી પસાર થઈ શકશે પરંતુ તેઓ સામે છેડે ફસાઈ જાય છે સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે બંને બાજુ ઊંચાઈ માપવાના પાઇપ અને જરૂરી બોર્ડ લગાવવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.




