GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની અમ્રિત વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવની ક્રિકેટ ફાઈનલ મેચમાં ગ્રીન હાઉસ ટીમનું રોમાંચક વિજય

 

તારીખ ૧૬/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

અમૃત વિદ્યાલયનો વાર્ષિક રમતોત્સવ તા ૭, ૮ અને ૧૫ ડિસેમ્બરના રોજ અમૃત પરિવાર ખેલ ઉત્સવ કલર થીમ આધારિત સૌએ ભાગ લીધો હતો.જેમાં વિધાર્થીઓ ના માતાપિતા અને શાળાના શિક્ષકોઓએ પણ વિવિધ રમતો ભાગ લીધો હતો.મુખ્ય આકર્ષણ રૂપે માતાપિતાની ક્રિકેટ મેચ ની રવિવારે ફાઈનલ મેચ યોજાઈ હતી.અમૃત પરિવાર ખેલ ઉત્સવના રોમાંચક ફાઇનલ મેચમાં ગ્રીન હાઉસે ક્રિકેટમાં વિજય મેળવ્યો હતો જેમાં ફાઈનલ ની મેચમાં મેન ઓફ ધ મેચ ભાવેશભાઈ ગોવાણી થયા હતાં તેઓએ ૨૦ બોલમાં ૫૦ રન ફટકારી શાનદાર પ્રદર્શન કરેલ.યેલો હાઉસે વોલીબોલમાં જીત મેળવી હતી.અમૃત પરિવાર ખેલ ઉત્સવના અંતિમ મેચોમાં ઉત્સાહ અને ટીમ સ્પિરિટનું ઉત્તમ પ્રતિબિંબ જોવા મળ્યું હતું. ક્રિકેટના રોમાંચક ફાઇનલમાં ગ્રીન હાઉસે વિજય હાંસલ કર્યો,જ્યારે યેલો હાઉસે વોલીબોલમાં શ્રેષ્ઠ કુશળતા અને દૃઢનિશ્ચયથી જીત મેળવી. આ માતાપિતાના મેચોએ કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો, એકતા અને રમતવીરતા માટેની અમૃત વિદ્યાલયની સાચી ભાવનાને ઉજાગર કરી હતી.રવિવાર ના રોજ રમતોત્સવના મુખ્ય મહેમાન તરીકે સતિષકુમાર શેઠ, અજયભાઈ ત્રિવેદી, કૃણાલભાઈ વરીયા ઉપસ્થિત રહ્યા હતાં.તેમને વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!