વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-11 માર્ચ : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિના લોકોની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાના ગ્રામજનો સુધી પહોંચે તે હેતુસર તા.૧૧/૦૩/૨૦૨૫થી ૧૩/૦૩/૨૦૨૫ સુધી કચ્છના વિવિધ ગામમાં ત્રિ-દિવસીય નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામજનોને સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી અને સમજણ મળે તે બાબતે નાટ્યરૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્રિ-દિવસીય નાટક કાર્યક્રમ ૧૦ તાલુકાના વિવિધ ગામોમાં યોજવામાં આવશે. તા.૧૧/૦૩/૨૦૨૫ ના રોજ ભુજ તાલુકાના ભુજોડી, ભુજના જુની રાવલવાડી, સરપટનાકા, રોહીદાસ નગર, વંડી ફળીયું, સુમરાસર(શેખ) તથા રૂદ્રમાતા ગામ જ્યારે માંડવી તાલુકાના બિદડા, ગોકુલવાસ(માંડવી), ભારાપર ગામોમાં તથા મુન્દ્રા તાલુકાના બારોઈ, ટુંડા, નાના કપાયામાં નાટક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તા. ૧૨/૦૩/૨૦૨૫ના રોજ અબડાસા તાલુકાના નલીયા, વરાડીયા, મોથાળા, સુખપર(રોહા) અને નખત્રાણા તાલુકાના તરા મંજલ, નાના નખત્રાણા, દેવપર(યક્ષ), મુરૂ ગામમાં તથા લખપત તાલુકાના મેઘપરમાં કાર્યક્રમ યોજાશે. તા.૧૩/૦૩/૨૦૨૫ના રોજ ગાંધીધામ તાલુકાના કિડાણા, સુંદરપુરી, ગણેશનગર અને અંજાર તાલુકાના ખંભરા, સિનુગ્રા, મતિયા કોલોની(અંજાર) તથા ભચાઉ તાલુકાના ભટ્ટ પાટીયા, જંગી, લાકડીયા અને રાપર તાલુકાના જાટાવાડા, લોદ્રાણી સહિતના ગામોમાં નાટકનો કાર્યક્રમ યોજાશે તેમ નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ભુજ-કચ્છની અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.