અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
આમ આદમી પાર્ટી ન્યુ દિલ્હી તરફથી અરવલ્લી જિલ્લાના જયદીપસિંહ ચૌહાણની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી
અરવલ્લીના આમ આદમી પાર્ટીના નેતા કે જેઓ અરવલ્લીના તેમજ સમગ્ર ગુજરાતના મૂળભૂત પ્રાણ પ્રશ્નોને લઈ હંમેશા સરકાર તેમજ વહીવટી તંત્ર પર સંવિધાનિક અધિકારોને લઈ વિપક્ષની સાચા અર્થમાં ભૂમિકા ભજવતા હોય છે ત્યારે જયદીપસિંહ ચૌહાણની આમ આદમી પાર્ટી ન્યુ દિલ્હી તરફથી ગુજરાતની પેટા ચૂંટણી 2025 (24 કડી/87 વિસાવદર) માં સ્ટાર પ્રચારક તરીકેની ભૂમિકા મળેલી છે તે બદલ શુભેચ્છકો એ શુભેચ્છાઓ પાઠવી છે.
કોઈ રાષ્ટ્રીય પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં કોઈ નામની પસંદગી થઈ હશે તો તે જુજ છે અને તેમાંપણ આમ આદમી પાર્ટીના કદાવર નેતા જયદીપસિંહ ચૌહાણ નો આમ આદમી પાર્ટી ન્યુ દિલ્હી તરફથી પસન્દગી થઇ છે