GUJARATMAHISAGARSANTRAMPUR

આમ આદમી પાર્ટી સંતરામપુર અને કડાણા ના કાર્યકરો દ્વારા વિસાવદર ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલીયા ની જીતને વધાવી ઉજવણી કરી.

સંતરામપુર અને કડાણા તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ તેને લઈને બાયપાસ રોડ આંબેડકર સાહેબના સ્ટેચ્યુ આગળ ફટાકડા ફોડીને જીતને વધાવી લીધી હતી.

અમીન કોઠારી મહીસાગર

મહીસાગર જિલ્લાના સંતરામપુર તથા કડાણા તાલુકાના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ ભેગા મલી ગોપાલ ભાઈ ઇટાલિયા ની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત થઈ તેની ખુશી ફટાકડા ફોડી તથા મીઠાઈ વહેચી ને ઉજવણી કરી.

 

વિસાવદર વિધાનસભાના તમામ મતદારો તથા ગુજરાતના આમ આદમી પાર્ટીના તમામ હોદેદારો અને સમર્થકોનો આભાર માન્યો હતો….

આ પ્રસંગે મહીસાગર જિલ્લાના પ્રમુખ બાબુભાઈ ડામોર પ્રદેશ નેતા પર્વત ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ શ્રી દલસુખભાઈ બામણીયા , કડાણા તાલુકાના પ્રમુખ શ્રી ખાતુભાઈ સોલંકી, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ધર્મેન્દ્ર કલાસવા, શહેર પ્રમુખ તલ્હા અરબ, શહેર મહામંત્રી જશવંતભાઈ વણકર, શહેર લીડર શહેબાજ ટોલ, ફારુક શેખ, યુથ પ્રમુખ શૈલેષભાઈ, અજજુભાઈ, વિજયભાઈ, ગણપતભાઇ, સંજયભાઈ સહિતના કાર્યકરો વ્યસ્ત સમયમાં પણ ઉત્સાહભેર હાજર રહ્યા હતા…

Back to top button
error: Content is protected !!