આધુનિક ઠાકોર સમાજ ભવન બનાવા 28 કરોડ નુ દાન આપનાર ઠાકોર સમાજ ના બે ભાઈઓ નુ ટોટાણા મા સન્માનિત કરાયા

નારણ ગોહિલ લાખણી 
આધુનિક ઠાકોર સમાજ ભવન બનાવા અમદાવાદ મા 28 કરોડ નુ દાન આપનાર ઠાકોર સમાજ ના બંને સગા ભાઈઓ એ અમદાવાદ થી કાંકરેજ ના ટોટાણા સદારામ બાપા ના ધામ સુધી પદયાત્રા કરી ઠાકોર સમાજમાં દિવસે દિવસે ખુબજ જાગૃતા આવી રહી છે અને ઠાકોર સમાજ ખુબજ આગળ વધી રહ્યો છે ત્યારે આધુનિક ઠાકોર સમાજના ભવન બનાવવાનું બીડું ઝડપી અમદાવાદ ખાતે સોના ની લગડી જેવી ૨૮ કરોડની જમીન દાનમાં આપનાર મફાજી ઠાકોર પરિવારના બે કુળ દીપકોએ ઠાકોર સમાજનું સ્થાન મેળવ્યું છે જોકે આધુનિક ઠાકોર સમાજ ભવન બનાવવા માટે બળ અને પ્રેરણા મળે તેવી શુભ ભાવના સાથે અમદાવાદ ના ગોતા થી સમાજના સંતશ્રી સદારામ બાપાના ધામ ટોટાણા પગપાળા યાત્રા 21 ફેબ્રુઆરી એ શરૂ કરી 28 ફેબ્રુઆરી એ ટોટાણ દર્શન કરી ને પુર્ણ કરાઈ છે તેના પરથી લાગે છે કે સુખી સંપન્ન અને સુખ વૈભવ મા જીવતા આ
પરિવારના અજયસિંહ અને આનંદસિંહમાં સમાજની દશા બદલવાના ઝુનુનનો આગવો અંદાજ જોવા મળી રહ્યો છે..
ત્યારે ઠાકોર સમાજ દ્રારા કાંકરેજ ના ટોટાણા ખાતે બન્નેને ભાઈઓ નો ભવ્ય સન્માન કાર્યક્રમ યોજી ઋણ અદા કર્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા,



