આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું.
ઓગસ્ટ મહિનામાં જે ખેડૂતોને વળતર મળ્યું નથી તે ખેડૂતોને પણ વળતર મળે: રાજુ કરપડા AAP

તા.29/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જ્યારે જ્યારે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે ત્યારે ખેડૂતો સાથે મજાક થાય છે – રાજુ કરપડા AAP
ઓગસ્ટ મહિનામાં જે ખેડૂતોને વળતર મળ્યું નથી તે ખેડૂતોને પણ વળતર મળે: રાજુ કરપડા AAP
આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાની અધ્યક્ષતામાં આજે કિસાન સંગઠનોની સાથે રાખીને આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં ઓક્ટોબર 2024માં ખેડૂતોને થયેલ પાક નુકશાનનું વળતર સહેલાઈથી મળી રહે એ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આ મુદ્દે વિસ્તારપૂર્વક વાત કરતા આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે જ્યારે જ્યારે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે ત્યારે ખેડૂતો સાથે મજાક થતી હોય તેવા દ્રશ્યો આપણે જોયા છે જ્યારે 2024માં ખેડૂતોએ ત્રણ-ત્રણ વખત કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના પાક પર પાણી ફરી ગયું હતું જુલાઈ અને ઓગસ્ટમાં જે નુકસાન થયું તે મુદ્દે હજારોની સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી કલેકટર ખેડૂત આગેવાનો સહિત અનેક જગ્યા પર સરકાર સમક્ષ રજૂઆત કરી ત્યારબાદ ખેડૂતોને પોતાની અપેક્ષા પ્રમાણે તો વળતર ન જ મળ્યું પરંતુ અમુક ખેડૂતોને નહિવત વળતર ચૂકવાયો ત્યારબાદ ઓક્ટોબરમાં ફરીથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું અને ત્યારે સરકારે કહ્યું કે જે લોકોને જુલાઈથી ઓગસ્ટમાં નુકસાન બદલ ચૂકવી દેવામાં આવ્યું છે તે લોકોને બાદ કરતા બાકી તમામ ખેડૂતોને હવે ઓક્ટોબરના વળતરમાં સમાવી લેવામાં આવશે ત્યાર બાદ નિયામક અધિકારીની કચેરી હોય, જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી હોય સહિત અનેક જગ્યા પર વારંવાર રજૂઆત કર્યા બાદ સરકારે જણાવ્યું કે 14 જુલાઈથી 28 જુલાઈ સુધી પોર્ટલ ખોલવામાં આવશે અને જે ખેડૂતોને પાક નુકસાન થયું હશે તે ખેડૂતોએ પોર્ટલમાં અરજી કરવી પડશે પરંતુ દુર્ભાગ્યની બાબત એ છે કે વિશ્વ ગુરુ બનવાની વાતો કરતા દેશમાં જ્યારે પોર્ટલ પર ખેડૂતો અરજી કરવા જાય છે ત્યારે એક પણ કલાક માટે પોર્ટલ ખુલતું નથી અને ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને નિરાશ થઈને પાછા જાય છે તો 14 જુલાઈ થી 28 જુલાઈનો જે સમય આપવામાં આવ્યો હતો આ સમયગાળામાં ખેડૂતો પોર્ટલમાં પોતાના વળતર માટે અરજી કરી શક્યા નથી તેમ છતાં પણ સરકાર દ્વારા આ પોર્ટલમાં અરજી કરવાના સમય વધારવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી ત્યારે આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી સમક્ષ 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અમારી માંગ છે કે દસ દિવસમાં ખેડૂતોની ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવે, ઓગસ્ટમાં જઈને મળતો નથી મળ્યું તે લોકોને પણ સમાવેશ કરવામાં આવે અને પોર્ટલની સમય મર્યાદા વધારીને દસ દિવસમાં સરકાર સકારાત્મક નિર્ણય લે અને ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવે જો દસ દિવસમાં સરકાર કોઈ જાહેરાત કરશે નહીં તો ન છૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આ કચેરીનો ઘેરાવ કરવા માટે ખેડૂતોને સાથે રાખીને આમ આદમી પાર્ટીના કિસાન સંગઠન આંદોલન કરશે.



