અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ : મોડાસાના બામણવાડ અને મણીપુર કંપાની સીમમાંથી એક જ રાતમાં 60 ઘેટાની ચોરી, ટીંટોઈ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
મોડાસા તાલુકાના બામણવા ગામની સીમમાં આવેલા ગૌચરમાંથી અને તાલુકાના મણીપુર કંપા ગામની સીમમાંથી રાજસ્થાનના માલધારીઓના એક જ રાત્રિમાં તસ્કરો 60 જેટલા નાના-મોટા ઘેટાં ઉઠાવી જતા ચકચાર મચી છે. તાલુકાના બે ગામડાઓમાં એક જ રાત્રિમાં રૂ. 4 લાખ 80 હજારની કિંમતના ઘેટાની ચોરી થતાં ટીંટોઈ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના જાલોર જિલ્લાના મેડા ઉપરલા ગામના માલધારીઓ છેલ્લા 20 વર્ષ જેટલા સમયથી મોડાસા તાલુકાના બામણવાડ ગામના ગૌચરમાં શિયાળુ ઉનાળુ સિઝનમાં પોતાના ઘેટા બકરા લઈને ગૌચરની જમીનમાં ડેરા તંબુ બાંધીને વસવાટ કરી રહ્યા છે. ત્યારે તારીખ 28 ફેબ્રુઆરીની રાત્રે માલધારી પરિવાર જમી પરવારીને રાત્રે 12:00 વાગે સૂઈ ગયો હતો દરમિયાન તેમણે બનાવેલ જાળીવાળી દોરી બાંધીને અંદર વાડામાં માલધારી પરિવારોના 680 જેટલા ઘેટા બકારા રાખવામાં આવ્યા હતા.
દરમ્યાન અજાણ્યા તસ્કરો વાડામાં રાખેલા માંગીલાલ ગેપારામ રબારીના અને તેમની સાથેના માલધારીઓના નાના-મોટા ઘેટા નંગ 40ની તસ્કરી કરીને પલાયન થઈ ગયા હતા. વહેલી સવારે માલધારી દૂધ કાઢવા માટે જતા વાડામાં રાખેલા ઘેટા જોવા ન મળતાં માલધારીઓને શંકા જતાં તેમણે ઘેટા બકરાણી ગણતરી કરી જોતા રાત્રી દરમિયાન નાના-મોટા 40 ઘેટાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું માલધારીઓએ ઘેટા બકરાની શોધ કરતા તેઓ મણીપુર કંપા ખાતે રહેતા તેમના સંબંધી અને ત્યાં તપાસ કરતા મણીપુર કંપાની સી મ મા રહેતા કેશાજી મોટાજી રબારી એ બનાવેલા વાડામાંથી નાના-મોટા ઘેટા નંગ 10ની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.તદ ઉપરાંત ત્યાં જ રહેતા સુરેશભાઈ રામાભાઇ રબારી ના પણ નાના-મોટા ઘેટા નંગ 10 તસ્કરો ઉઠાવી ગયા હોવાનું બહાર આવ્યું હતું. માંગીલાલ ગેપારામ મદેલાજી રબારી હાલ રહે બામણવાડ તાલુકો મોડાસા મૂળ રહે મેડા ઉપરલા રબારીવાસ જિલ્લો જાલોર રાજસ્થાન એ ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.