GUJARATPANCHMAHALSHEHERA

શહેરા નગરપાલિકા વિસ્તારમાં જેઠાભાઇ ભરવાડ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું

 

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું અગામી રાષ્ટ્રીય તહેવાર ને લઈને દેશની અંદર મોટા શહેરો કે નાના ગામડાઓમાં વડાપ્રધાન શ્રી નું માર્ગદર્શન મુજબ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાલિકા વિસ્તારમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું જેમાં શહેરા નગર વહીવટી તંત્ર પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને શહેરા નગરપાલિકા વિસ્તાર ના અણિયા ચોકડી જેઠાભાઇ ભરવાડ ના કાર્યાલયથી તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરાયું જેમાં શહેરા વિધાનસભા ના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ દ્વારા તિરંગા યાત્રા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ તિરંગા યાત્રા અણિયાદ ચોકડી વિસ્તાર થી નીકળી અને બાયપાસ રોડ થઈ અને નાડા રોડ પર મેઈન બજારમાં હોળી ચકલા વિસ્તાર હુસેની ચોક વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તાર બસ સ્ટેશન વિસ્તાર થઈ અને પરત અણીયાદ ચોકડી પહોંચી હતી અને શહેરા નગરપાલિકા વિસ્તારના નાયબ કલેકટર પ્રણવભાઈ શહેરા મામલતદાર ધર્મેન્દ્રભાઈ શહેરા પોલીસ સ્ટેશનના પી.આઈ આર.કે રાજપુત મેડિકલ ઓફિસર ભરતભાઈ ગઢવી તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીઓ તેમજ નગરપાલિકા ના પ્રમુખ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ શહેરા નગરપાલિકા વિસ્તારના શ્રીમતી એસ જે દવે હાઈસ્કૂલના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શારદા મંદિર હાઈસ્કૂલના કર્મચારીઓને વિદ્યાર્થીઓ તેમજ શહેરા તાલુકા બાળ વિકાસ ની આગણવાડી ના કર્મચારીઓ તેમજ એનસીસીના વિદ્યાર્થીઓ તેમજ શહેરા નગરમાંથી ભાજપના પ્રમુખ તેમજ શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ શહેરા નગરના ભાજપના કાર્યકરો તેમજ શહેરા તાલુકાના ભાજપના કાર્યકરો તેમજ શહેરા નગરના અગ્રણીઓ આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા

Back to top button
error: Content is protected !!