GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ફાયનાન્સ કંપની દ્વારા બાઇક સીઝ કરી વેચી દઈ ગ્રાહકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ

 

તારીખ ૨૦/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના જેતપુર ખાતે રહેતા રંગીતભાઇ ડાભઈભાઈ સોલંકી દ્વારા 2022 મા હીરો કંપની ની મોટરસાયકલ ખરીદેલી જે મોટરસાયકલ ચોલા મંડળ ઇન્વેસ્ટમેન્ટ ફાઈનાન્સ માંથી લોન કરાવી હતી રૂ 3783/ ના માસિક હપ્તા એમ કુલ 30 હપ્તા ભરવાના તેમજ રૂ 18,500/ રોકડા ડાઉન પેમેન્ટ ભરેલ. ગત તા 18/04/25 ફરિયાદીનો ભત્રીજો તુષારભાઈ મોટરસાયકલ લઇ મધવાસ અને ગયો હતો ત્યારે બે જણાની સમયે મોટરસાયકલ ના હપ્તા બાકી છે તેમ કહી ચાવી કાઢી લઈ મોટરસાયકલ લઈ લીધેલ જે બાદ ફરિયાદી ગોધરા ઓફિસ ઉપર ગયા હતા અને હર્ષ બારોટ નામના વ્યક્તિને મળ્યા હતા જેઓએ જણાવ્યું હતું કે અમારી કંપનીની પોલીસી પ્રમાણે સીઝ કરેલું વાહન 12 દિવસમાં અમે વેચી દઈએ છે તમારી મોટરસાયકલ વેચી દીધી છે જેથી ફરિયાદીએ જણાવેલ તેમને 27 હપ્તા રેગ્યુલર ભરેલ છે અને આજે ત્રણ હપ્તા હુ ભરવા તૈયાર છું મને નોટિસ આપ્યા વગર મારી મોટરસાયકલ કેવી રીતે વેચાય તે સમયે કંપની માં જાવ તેવું કહેલ.ત્યારબાદ બીજા દિવસે તા 10/06/25 ના રોજ બપોરના સમારે ચોલા મંડળ ફાઇનાન્સ કંપનીના આશિષકુમાર જશવંતભાઈ બામણીયા તેમજ આશિષકુમાર ખેંગારભાઈ પટેલ દ્વારા ફરિયાદી ના મોબાઈલ ઉપર ફોન કરેલ અને ગંદી ગાળો બોલી તમારી મોટરસાયકલ ચીઝ કરી દીધેલ છે અને મોટરસાયકલ લઈ મળે ગોધરા બાજુ આવ તને બતાવીએ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Back to top button
error: Content is protected !!