GUJARATKUTCHMANDAVI

કચ્છમાં મહિલા સશિક્તકરણની વિવિધ થીમ પર ૮ ઓગસ્ટ સુધી “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૩૦ જુલાઈ : કચ્છમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ૧ ઓગસ્ટથી નારી વંદના સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણના વિવિધ કાર્યક્રમો યોજાશે. મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મહિલાઓના સર્વાંગી વિકાસ, સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિત મહત્વના પરિબળો અને વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ બને તે હેતુસર ૧લી ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૧લી ઓગસ્ટ મહિલા સુરક્ષા દિવસ, ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો દિવસ, ૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ, ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે તેમ મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!