યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા તાલુકાના વિકટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાં વરસાદી પાણી રહેણાંક મકાનમાં ઘુસી જતા સહાય ચુકવવા તથા પુર સંરક્ષણ દિવાલ બનાવવા માંગ
યુવા આગેવાન અજય શિયાળ દ્વારા મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખ્યો
તા. ૧૭ રાજુલા
અમરેલી જિલ્લાનાં રાજુલા તાલુકાના વિકટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાં તા. ૧૬/૦૬/૨૦૨૫ નાં રોજ અતિભારે વરસાદ નાં કારણે રહેણાંક મકાનમાં ૪-૫ ફૂટ ગળા સુધી પાણી ભરાઇ ગયા હતા જેના કારણે લોકોની ઘરવખરી પાણી ડૂબી ગઈ હતી તેમજ લોકોને સ્થાળાંતર કરી અન્ય જગ્યાએ પણ જવાની ફરજ પડી હતી. આ વિસ્તારમાં વર્ષો થી અતિભારે વરસાદ અને દરિયાઈ ભરતી સમયે રહેણાંક મકાનમાં પાણી ઘુસી જાય છે આ અંગે સરકાર શ્રી માં અગાઉ પણ રજુઆત કરવામાં આવેલ છે.
યુવા આગેવાન અજય શિયાળ મુખ્યમંત્રી શ્રી ને રજુઆત કરી હતી કે રાજુલા તાલુકાનાં વિકટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાં વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં થયેલ નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી ઘરવખરી નુકસાની સહાય નિયમો મુજબ ચુકવવામાં આવે તથા આ વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાઈ તે માટે પુર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે અને વરસાદી પાણીનાં નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી મારી માંગ કરી હતી.
સમાચાર …યોગેશ કાનાબાર રાજુલા