પત્રકાર જગુભાઇ (જગુમામા) ખેતીયાનો આજે તારીખ ૨૭/૭ના જન્મ દીવસ

લમના કર્તવ્યનિષ્ઠ સિપાહી, સમાજસેવાના સજાગ પ્રહરી જગદીશભાઈ ખેતીયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
જીવનમાં સાત આંકડાનું વિશેષ મહત્વ રહેલું છે. ઇન્દ્રધનુષ્યના સાત રંગો, અઠવાડિયાના સાત દિવસ અને સંગીતના સાત સૂર જેમ જીવનને પૂર્ણતા આપે છે, તેવી જ રીતે પોતાના વિચારો, કાર્યશૈલી અને સમાજસેવાના સાતત્યપૂર્ણ પ્રયાસોથી આગવી ઓળખ ઉભી કરનાર જામનગરના વરિષ્ઠ પત્રકાર તથા રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી જગદીશ ખેતીયાનો આજે જન્મદિવસ છે.
તા. ૨૭ જુલાઈ, ૧૯૭૨ના રોજ જામનગર તાલુકાના નાઘેડી ગામે જન્મેલા જગદીશભાઈએ પ્રાથમિક શિક્ષણ કાઠી દેવળીયા ગામે મેળવ્યું હતું. બાળપણથી જ અભ્યાસ સાથે વિવિધ સર્જનાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી રહી છે. વૃક્ષારોપણ, વકૃત્વ સ્પર્ધા, યુવા મહોત્સવ સહિતની અનેક હરીફાઈઓમાં તેમણે શ્રેષ્ઠ દેખાવ કરી સન્માનપત્રો અને પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.
સાંસ્કૃતિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ પ્રત્યેની તેમની નિષ્ઠા આજે પણ યથાવત્ છે. સતત લોકજાગૃતિ અને સમાજહિતના કાર્યો દ્વારા તેમણે એક આગવી ઓળખ ઉભી કરી છે. મિલનસાર સ્વભાવ, સૌને સાથે લઈને ચાલવાની કાર્યપદ્ધતિ અને નિઃસ્વાર્થ સેવાભાવના કારણે તેઓ “જગુભાઈ (મામા)” તરીકે લોકહૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.
સમૃદ્ધ કલ્પનાશક્તિ અને વ્યાપક વિચારધારા ધરાવતા જગદીશભાઈએ નાનપણથી જ કલમને પોતાનો સાથી બનાવ્યો. પત્રકારત્વ ક્ષેત્રમાં તેમણે પોતાના નિર્ભય, નિષ્પક્ષ અને જનહિતલક્ષી અભિગમથી આગવી ઓળખ સ્થાપિત કરી છે. પ્રજાના પ્રશ્નોને વાચા મળે, સામાન્ય માણસનો અવાજ સત્તાના દ્વાર સુધી પહોંચે અને સમાજને સચોટ માહિતી મળી રહે તે માટે તેઓ સતત કાર્યરત રહે છે.
ચોથી જાગીર તરીકે ઓળખાતા મીડિયા ક્ષેત્રની જવાબદારીને સમજી તેઓ રોજબરોજની ઘટનાઓની ઝડપી અને વિશ્વસનીય માહિતી જનતા સુધી પહોંચાડવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. પોતાની સ્વચ્છ છબી, સરળ વ્યક્તિત્વ અને નિષ્ઠાવાન પત્રકારત્વના કારણે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં તેમણે વિશાળ લોકચાહના પ્રાપ્ત કરી છે.
હાલ તેઓ Press Trust of India (PTI), વિવિધ વેબ પોર્ટલ્સ તથા પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલ સાથે સંકળાઈ પત્રકારત્વ ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપી રહ્યા છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાના મિત્રો, સામાજિક આગેવાનો, શુભેચ્છકો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
પરમાત્મા તેમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ અને પત્રકારત્વ તેમજ સમાજસેવાના ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક શુભકામનાઓ.મો. 95742 90999 / 9510390999
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ – જગદીશભાઈ ખેતીયા!
🌹💐🌹💐🌹



