GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના પીંગળી તથા આજુબાજુના ગામડાઓ માંથી બેફામ લાકડા ભરી જતા ટ્રેક્ટરો જોવા મળ્યા.

 

તારીખ ૦૬/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના પીંગળી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતા લાકડાના સોદાગર બેફામ જાહેરમા કટીંગ કરી લાકડા ભરી જતા જોવા મળ્યા હતા. કાલોલ તાલુકાના ગામડાઓમાંથી બેફામ રીતે વૃક્ષોનું છેદન કરી રોજે રોજ પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે વૃક્ષ છેદકો પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી કોઈપણ મંજૂરી વગર સોદા ગીરી કરી ઉભા વૃક્ષોને જમીન દોસ કરી ખુલ્લેઆમ ટ્રેક્ટરરોમાં લીલા વૃક્ષોના ટુકડા કરી લાકડીયાઓ જાહેર રોડ પર નીકળી લાકડાઓ ભરેલા ટેક્ટરો સો મીલોમાં ખાલી કરતા હોય છે. વહેલી સવારથી જ લીલા વૃક્ષોને જમીન દોષ કરવા શ્રમજીવીઓને કુહાડીઓ અને ઓટોમેટીક મશીનો લઈ કામે વડગાડી દઈ સાંજ સુધી ઓવરલોડ ટ્રેક્ટર ભરી શ્રમજીવીઓને જોખમી રીતે લાકડા ભરેલા ટેક્ટર ઉપર બેસાડી રવાના કરતા હોય છે. પીંગળી તથા આજુબાજુના વિસ્તારોમાં દિવસ અને દિવસે લાકડાના સોદાગર વધી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે પીગળી તળાવની પાળ ઉપરથી મહુડા સહિત અનેક વૃક્ષો ભરેલા ટ્રેક્ટર પસાર થઈ રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ટ્રેક્ટર ઓ પીગળી તથા આજુબાજુના ગામડાઓ માંથી ભરવામાં આવે છે અને કાનોડ થઈ વેજલપુર થઈ ગોધરાની સો મિલોમાં ખાલી કરવામાં આવી રહ્યા છે. લાકડાના સોદાગર ઉપર સ્થાનિક તંત્ર કે જવાબદાર અધિકારીઓ કાયદેસરના પગલાં ભરશે કે નહીં જેવી લોકમૂકે ચર્ચા થઈ રહી છે.

 

Back to top button
error: Content is protected !!