

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મેહસાણા મેવડ ટોલનાકાના નજીક હાઇવે રોડ ઉપર બાતમીના આધારે ઇનોવા કાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદ ના જુહાપુરા ના એક ઈસમ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ જીલ્લા પોલીસ અધીક્ષક દ્વારા દારૂ જુગાર ના તાલુકામાં ગણના પાત્ર કાર્યવાહી કરવા ની આપેલી સૂચના અનુસાર પેટ્રોલીંગ મા હતા. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતીકે મેવડ ટોલનાકા નજીક હાઇવે રોડ ઉપર એક ઇનોવા કાર મા વિદેશી દારૂ સાથે એક ઇસમ આવી રહ્યો છે પોલીસે બાતમી મળતા તેઓએ વોચ ગોઠવી ઇનોવા કાર નંબર જીજે ૦૪.બી.ઇ ૯૧૩૭ ને ઉભી રખાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો ૧૩૩૨ જેટલો જથ્થો રૂપિયા ૩,૦૪,૫૬૦/- નો વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ઇનોવા કાર સહિત કુલ રૂપિયા ૮,૦૯,૫૬૦/- મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદ નો જુહાપુરા નો કાર ચાલક ફકીર મોહસીન મેહબૂબ શાહ ને ઝડપી અને ગાડી ભરવાનાર વિકાસ નામનો વ્યક્તિ તેમજ અનસ ઘાસી વોન્ટેડ બે સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


