કાલોલ ખાતે જીએસટી બચત ઉત્સવ અંતર્ગત પંચમહાલના સાંસદ અને ધારાસભ્ય ની હાજરીમાં વેપારીઓનો સંપર્ક કરાયો
તારીખ ૨૪/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર કાલોલ શહેર માં 18 પંચમહાલ જિલ્લા લોકસભા ના સાંસદ રાજપાલસિંહના અધ્યક્ષ સ્થાને કાર્યકરો સહીત GST માં થયેલા ઘટાડાને કારણે તથા સ્વદેશી અભિયાન અંતર્ગત વેપારીઓ/દુકાનદારોનો સંપર્ક કરી ,ગુલાબ આપી જીએસટી તથા સ્વદેશી વસ્તુનૉ ઉપયોગ બાબતે માર્ગદર્શન આપી સ્ટીકર્સ ચોંટાડવામાં આવ્યા ઉપરોક્ત કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તથા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડ્યા, એપીએમસી ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, કાઉન્સિલરો હાજર રહ્યા હતા.દેશના યશસ્વી પ્રધાનમંત્રી ના દુરદર્શી નેતૃત્વમાં દેશને મળેલા ઐતિહાસિક #NEXTGENGST સુધારા નું સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે સ્વાગત થઈ રહ્યું છે. GSTમાં થયેલા ઘટાડાથી સામાન્ય નાગરિકો અને વેપારીઓને રાહત તો મળી જ રહી છે, સાથે સાથે દેશની આર્થિક ગતિ પણ વધુ તેજ બની રહી છે.જેના ભાગરૂપે આજે કાલોલ ખાતે વેપારીઓ સાથે આત્મીય મુલાકાત કરી, જી.એસ.ટી. સુધારા અંગે ચર્ચા કરી તેમજ દુકાનો પર “GST બચત ઉત્સવ” દર્શાવતા સ્ટીકરો લગાવ્યા. આ ઉપક્રમે બચત, વિકાસ અને સમૃદ્ધિનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.”ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર, ધન્યવાદ મોદી સરકાર” નુ સૂત્ર લખી સ્ટીકર લગાવવામાં આવ્યું હતું.